Weather Forecast : માર્ચમાં મોસમી માહોલ ઉથલપાથલ! અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરી, ગરમી અને વાવાઝોડાના ખતરા સામે સાવચેત રહેવાની તાકીદ
Weather Forecast : ગુજરાત સહિત દેશના હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી કરવામાં આવી છે. પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલએ ઉનાળાની આ ઋતુ માટે મહત્વની આગાહીઓ કરી છે. આગામી દિવસોમાં ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, બંગાળ અને આસામ સહિતના રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આગામી દિવસોમાં મોટો મોસમી ફેરફાર
હવામાન વિભાગ (IMD) અનુસાર, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જે કારણે 16 માર્ચ સુધી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાની શકયતા છે.
IMDએ આગામી 24 કલાક માટે ઘણા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. વિશેષ કરીને, સાત તોફાન જેવી પરિસ્થિતિ અને કરા પડવાની સંભાવના છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બદલાતા વાતાવરણનો પ્રભાવ
હવામાનમાં આ પલટાનું મુખ્ય કારણ મધ્ય અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના હવામાનમાં થયેલા ફેરફારો છે.
રાજસ્થાન અને પંજાબમાં તીવ્ર પવન અને વાદળો જોવા મળી રહ્યા છે.
સમુદ્ર સપાટીથી 3.1 થી 7.6 કિમી ઊંચાઈએ ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે, જેના કારણે ઉત્તર ભારત અને ગુજરાતમાં હવામાન અસ્થિર બની શકે છે.
પવનની ગતિમાં પણ મોટો ફેરફાર થશે, જે હીટવેવના રાઉન્ડ પર સીધો અસર કરશે.

ચોમાસું નબળું રહેવાની સંભાવના
અંબાલાલ પટેલે ચોમાસા અંગે મહત્વની આગાહી કરી છે.
તેમણે જણાવ્યું કે, “આવતું ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેશે. સામાન્ય વરસાદની તુલનામાં 8 થી 10% નીકળી શકે છે, જેના કારણે ખેડૂતો માટે સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
જૂન મહિનામાં વાવાઝોડાની સંભાવના, જે ચોમાસાની શરૂઆતને અસર કરશે.
ચોમાસા દરમિયાન વારંવાર લો-પ્રેશર ઉદ્ભવશે, જેના કારણે વરસાદ અનિયમિત બની શકે છે.
તાપમાનમાં ઘટાડો, પણ હીટવેવનો એક વધુ રાઉન્ડ આવશે
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 9 થી 13 માર્ચ સુધી હીટવેવનો તીવ્ર રાઉન્ડ રહ્યો હતો, જેમાં તાપમાન 35°C થી 41°C વચ્ચે હતું.
હવે 15 થી 21 માર્ચ દરમિયાન હવામાં થોડી ઠંડક રહેશે, અને તાપમાન 2-3°C સુધી ઘટશે.
પરંતુ માર્ચના અંતિમ સપ્તાહમાં હીટવેવનો એક વધુ રાઉન્ડ આવશે, જે ઉનાળાની તીવ્રતાને વધારશે.

સાવચેતી જરૂરી! ગરમી અને પવનના બદલાતા સ્વરૂપ પર નજર રાખો
14 માર્ચ પછી પવનની ગતિ ધીમી પડશે, જે હવામાન પર સીધો પ્રભાવ પાડશે.
હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને ગરમીથી બચવા માટે જરૂરી પગલાં લેવા કહ્યું છે.
ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે.
અગાઉથી સાવચેતી રાખવી જરુરી છે, કારણ કે આ વર્ષે ઉનાળાની તીવ્રતા અને વરસાદની અનિયમિતતા બંને ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે પડકારરૂપ બની શકે છે.



