Viranjali program Sanand : સાણંદમાં 23 માર્ચે શહીદોને શ્રદ્ધાંજલિ: ‘વીરાંજલિ 2.0’માં દેશભક્તિનો મહામેળો, ભગતસિંહ-સુખદેવ-રાજગુરુના પરિવારો થશે ઉપસ્થિત
Viranjali program Sanand: ગુજરાતના સાણંદ શહેરમાં 23મી માર્ચે ભવ્ય ‘વીરાંજલિ 2.0’ કાર્યક્રમ યોજાશે, શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની અમર ગાથા મહોત્સવી અંદાજમાં રજૂ થશે. આ કાર્યક્રમમાં તેમના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહેશે.
શહીદ દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમ
પાછલા 17 વર્ષથી ‘વીરાંજલિ સમિતિ’ દ્વારા દર વર્ષે અલગ-અલગ સ્થળોએ આ ભવ્ય કાર્યક્રમ યોજી દેશભક્તિનો મહિમા વધારવામાં આવે છે. 1931માં 23મી માર્ચના રોજ અંગ્રેજ સરકારે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી. તેમનાં બલિદાનને યાદ રાખવા માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન થાય છે.
‘વીરાંજલિ 2.0’ – મેગા મલ્ટીમીડિયા શો
આ વર્ષે ‘વીરાંજલિ 2.0’ નામથી વિશેષ મેગા મલ્ટીમીડિયા શો પ્રસ્તુત થશે. આ કાર્યક્રમ એક મ્યુઝિકલ ડ્રામા હશે, જેમાં 100 કલાકારો ભાગ લેશે અને ક્રાંતિવીરોની દાસ્તાન એક નવી શૈલીમાં રજૂ કરવામાં આવશે. વર્ષ 2022માં શરૂ થયેલા આ મ્યુઝિકલ શોને ગુજરાતભરમાં ખૂબ પ્રશંસા મળી હતી.

સાંઈરામ દવેએ કરી વિશેષ કોન્સેપ્ટ તૈયાર
વિખ્યાત કવિ અને લોકસાહિત્યકાર સાંઈરામ દવે આ વિશેષ શો પાછળના મુખ્ય મગજ છે. ‘વીરાંજલિ’ પ્રેરણારૂપ છે, જે યુવા પેઢીને દેશભક્તિની ભાવના અપાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. દવેના કહેવા મુજબ, “આ શો માત્ર એક કાર્યક્રમ નહીં, પણ એક ક્રાંતિ છે, જે નવિ પેઢીને શહીદોના બલિદાન વિશે પ્રેરિત કરશે.”
શહીદોના કુટુંબજનો હશે ખાસ મહેમાન
આ કાર્યક્રમમાં શહીદોના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહેશે:
કિરણજીતસિંહ (ભગતસિંહના ભત્રીજા – ચંદીગઢ)
અનુજ થાપર (સુખદેવજીના ભત્રીજા – સોનિપત)
સત્યશીલ રાજગુરુ (રાજગુરુના કુટુંબજનો)
જગદીશ નારાયણ (દુર્ગા ભાભીનો પરિવાર)
વીર વિનોદકિનારીવાલાના પરિવારજનો
વિશેષ કલાકારો અને સંગીતકારો
પાર્શ્વગાયક: કિર્તીદાન ગઢવી, પાર્થિવ ગોહિલ, હિમાની કપુર, સાંઈરામ દવે
સંગીત દિગ્દર્શક: રાહુલ મુંજારીયા
નૃત્ય દિગ્દર્શન: કુલદીપ શુક્લ
દિગ્દર્શન: વિરલ રાચ્છ
પ્રવેશ માટે પાસ ફરજિયાત
વિરાંજલિ 2.0 માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે, પણ તેમાં ભાગ લેવા માટે પાસ ફરજિયાત રહેશે. 17 વર્ષથી ચાલતા આ કાર્યક્રમ દ્વારા યુવા પેઢી માટે દેશભક્તિના ભાવનાને સજીવ કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં જોડાઈ દેશપ્રેમથી ભરપૂર એક અનોખી અનુભૂતિ મેળવો!



