Gandhidham: ગાંધીધામ મહાનગરપાલિકામાં મેઘપરનો સમાવેશ કરાતાં ગ્રામજનોનો વિરોધ
Gandhidham અંજાર નજીકનાં મેઘપર ગામને ગાંધીધામ મહાનગરપાલિકામાં જોડાતાં મેઘપર ગામનાં લોકો દ્વારા સરકારના નિર્ણયને જનમત વિરુદ્ધનો ગણાવીને મેઘપર ગામને અંજાર તાલુકામાં જ રાખવા અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
- મેઘપર ગામનાં લોકોએ કલેક્ટ Gandhidham મહાનગરપાલિકામાં મેઘપરનો સમાવેશ કરાતાં ગ્રામજનોનો વિરોધ
અંજાર નજીકનાં મેઘપર ગામને ગાંધીધામ મહાનગરપાલિકામાં જોડાતાં મેઘપર ગામનાં લોકો દ્વારા સરકારના નિર્ણયને જનમત વિરુદ્ધનો ગણાવીને મેઘપર ગામને અંજાર તાલુકામાં જ રાખવા અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
Gandhidham મેઘપર ગામનાં લોકોએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મેઘપર ગામ ગાંધીધામથી ૧૫થી ૧૭ કિ.મી.દૂરનું અંતર ધરાવે છે, જ્યારે અંજારથી માત્ર દોઢ કિ.મી.નું અંતર છે. પંચાયતી રાજની સ્થાપનાં થઈ ત્યારથી મેઘપર ગામ અંજાર તાલુકામાં છે. મેઘપર ગામનો ગાંધીધામ નગરપાલિકામાં સમાવેશ કરવાનો જે નિર્ણય સરકારે કર્યો છે તેનો ગ્રામજનો સખત વિરોધ કરે છે. ભવિષ્યમાં અંજાર નગરપાલિકાનો વિસ્તાર ગ્રેડ બદલવાનો નિર્ણય લેવાનો થાય તો લોકોને અંજારમાં સમાવેશ કરવામાં આવે તો વાંધો નથી. મેઘપર ગ્રામ પંચાયતે આ સંદર્ભે ગ્રામસભા પણ બોલાવી નથી અને બારોબાર ગણ્યા ગાંઠયા લોકો અને હોદ્દેદારો દ્વારા લખીને આપેલ છે, જે ગામ લોકોને મંજૂર નથી. ગ્રામ પંચાયતનાં ચૂંટાયેલા સભ્યોએ પણ વિરોધ દર્શાવ્યો છે. તેઓને પણ ગ્રામ પંચાયતે વિશ્વાસમાં લીધા નથી.
લોકોએ સરકારના આ નિર્ણયને ફેરબદલ કરવાની લાગણી વ્યક્ત કરી હતી.
જો લોકોની લાગણી અને રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો લડત કરીને કોર્ટનાં દરવાજા ખટખટાવવામાં આવશે એવી ચીમકી મેઘપર ગામનાં લોકોએ આપી હતી.રને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મેઘપર ગામ ગાંધીધામથી ૧૫થી ૧૭ કિ.મી.દૂરનું અંતર ધરાવે છે, જ્યારે અંજારથી માત્ર દોઢ કિ.મી.નું અંતર છે. પંચાયતી રાજની સ્થાપનાં થઈ ત્યારથી મેઘપર ગામ અંજાર તાલુકામાં છે. મેઘપર ગામનો ગાંધીધામ નગરપાલિકામાં સમાવેશ કરવાનો જે નિર્ણય સરકારે કર્યો છે તેનો ગ્રામજનો સખત વિરોધ કરે છે. ભવિષ્યમાં અંજાર નગરપાલિકાનો વિસ્તાર ગ્રેડ બદલવાનો નિર્ણય લેવાનો થાય તો લોકોને અંજારમાં સમાવેશ કરવામાં આવે તો વાંધો નથી.
મેઘપર ગ્રામ પંચાયતે આ સંદર્ભે ગ્રામસભા પણ બોલાવી નથી
અને બારોબાર ગણ્યા ગાંઠયા લોકો અને હોદ્દેદારો દ્વારા લખીને આપેલ છે, જે ગામ લોકોને મંજૂર નથી. ગ્રામ પંચાયતનાં ચૂંટાયેલા સભ્યોએ પણ વિરોધ દર્શાવ્યો છે. તેઓને પણ ગ્રામ પંચાયતે વિશ્વાસમાં લીધા નથી. લોકોએ સરકારના આ નિર્ણયને ફેરબદલ કરવાની લાગણી વ્યક્ત કરી હતી. જો લોકોની લાગણી અને રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો લડત કરીને કોર્ટનાં દરવાજા ખટખટાવવામાં આવશે એવી ચીમકી મેઘપર ગામનાં લોકોએ આપી હતી.