Vadodara Airport Flight Delay: વડોદરા એરપોર્ટ પર ત્રણ ફ્લાઇટ મોડે પહોંચતા મુસાફરોને હાલાકી: ટેક્નિકલ અને ટ્રાફિક કારણો જવાબદાર
Vadodara Airport Flight Delay: આજે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દિલ્હી, બેંગલુરુ અને મુંબઈથી આવતી ત્રણ મુખ્ય ફ્લાઇટો નિર્ધારિત સમય કરતાં મોડે પહોંચી હતી, જેના કારણે ઘણી વાર જનાર મુસાફરોને ઉડાનમાં વિલંબનો સામનો કરવો પડ્યો હતો. ફ્લાઇટ મોડું થવા પાછળ ટેક્નિકલ ખામીઓ અને એર ટ્રાફિક જામ જેવા કારણો જવાબદાર હોવાનું એરપોર્ટ ઓથોરિટી દ્વારા જણાવાયું છે.
વિગતવાર જાણીએ તો, દિલ્હીથી આવતી એર ઈન્ડિયા ફ્લાઇટ (AI823) લગભગ 1 કલાક 10 મિનિટ મોડે પહોંચી હતી. બીજી તરફ, બેંગલુરુથી આવતી ઇન્ડિગો ફ્લાઇટ (6E807) 45 મિનિટના વિલંબથી વડોદરામાં પહોંચી હતી. જ્યારે મુંબઈથી સાંજે આવતી ઇન્ડિગો ફ્લાઇટ (6E618) પણ મોડેથી પહોંચી, જેના પરિણામે નીકળનાર મુસાફરો પણ આગળની યાત્રા માટે અટવાયા.

અવારનવાર વિમાની વ્યવસ્થામાં આવા વિલંબો જોવા મળતા હોય છે, ખાસ કરીને જ્યારે ટેક્નિકલ સમસ્યાઓ કે એર ટ્રાફિક કંજેક્શન હોય ત્યારે. આજની ઘટનામાં પણ આવતી ફ્લાઇટો મોડે પહોંચતા જતી ફ્લાઇટો પણ સમયસર ઉડાન ભરી શકી ન હતી, જેને કારણે મુસાફરોને સમયની તંગી અને અસજજતા અનુભવી પડી.
એરપોર્ટ સત્તાધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, દિલ્હીથી આવતી ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી હતી, જ્યારે બેંગલુરુ અને મુંબઈથી આવતી ફ્લાઇટો એર ટ્રાફિક કોન્ગેસ્ટનને કારણે મોડે પડેલી.



