Update on police recruitment : ખાખી માટે થઈ જાઓ તૈયાર; કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાની તારીખ જાહેર
Update on police recruitment : ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પ્રાથમિક કસોટીની જાહેરાત બાદ હવે લોકરક્ષક દળ શારીરિક કસોટીમાંથી ઉતીર્ણ થયેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હવે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.
જૂનમાં યોજાશે લેખિત પરીક્ષા
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ મુજબ, લોકરક્ષક કેડર સંવર્ગની લેખિત પરીક્ષા 15 જૂન 2025 ના રોજ યોજાશે. આ પરીક્ષા 200 ગુણની હશે અને ઉમેદવારોને 3 કલાકનો સમય ફાળવવામાં આવશે. પરીક્ષા બે ભાગમાં વહેંચાશે:
પાર્ટ A: 80 ગુણ
પાર્ટ B: 120 ગુણ
જાન્યુઆરીમાં શરૂ થઈ હતી શારીરિક કસોટી
ગુજરાત પોલીસની 12,472 જગ્યાઓ માટેની ભરતી અંતર્ગત શારીરિક કસોટી 8 જાન્યુઆરી 2025 થી શરૂ થઈ હતી, જેમાં 10 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. રાજ્યના 15 સેન્ટરો પર આ પરીક્ષા યોજાઈ હતી અને 1 માર્ચ 2025 ના રોજ તે પૂર્ણ થઈ હતી.
GPSC દ્વારા નવી ભરતીની જાહેરાત
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ગુજરાત વહીવટી સેવા (વર્ગ-1), ગુજરાત મુલ્કી સેવા (વર્ગ-1 અને 2), તેમજ નગરપાલિકા મુખ્ય અધિકારી (વર્ગ-2) ની 240 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે.
અરજી પ્રક્રિયા: 7 માર્ચથી 23 માર્ચ 2025
આવેદન પ્રક્રિયા: ઓનલાઈન
ઉમેદવારો માટે આ એક મોટી તકો છે, જેથી તેઓ ખાખી પહેરી દેશની સેવા કરવાની પોતાના સપનાને સાકાર કરી શકે.



