1.4 C
London
Thursday, November 20, 2025

UCC : યુનિફોર્મ સિવિલ કોડ પર ગુજરાતમાં મોટું પગલું, UCC કમિટીનું પોર્ટલ લોન્ચ!

UCC : યુનિફોર્મ સિવિલ કોડ પર ગુજરાતમાં મોટું પગલું, UCC કમિટીનું પોર્ટલ લોન્ચ!

UCC : ગાંધીનગરમાં UCC કમિટીએ લોન્ચ UCC પોર્ટલ લોંચ કર્યુ છે. કમિટીના અધ્યક્ષ રંજના દેસાઈએ કહ્યું અભ્યાસનું કામ આજથી શરૂ થયુ છે.. તેમણે કહ્યું ગુજરાતમાં UCCની જરૂરીયાત પર ડ્રાફ્ટ બનશે..UCCના કાયદા માટે નાગરિકો પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવશે તેવું તેમણે કહ્યું. રંજના દેસાઇએ કહ્યું અભ્યાસ જલદી પૂર્ણ કરાશે. UCCમાં મહિલાઓ અને બાળકોના અધિકારો પર ખાસ ધ્યાન રખાશે તેવું તેમણે કહ્યુ.. સાથે જ કહ્યું કે દરેક સમાજમાં લગ્ન-છૂટાછેડાના નિયમો સમાન હશે. લગ્ન અને છૂટાછેડાની નોંધણી કરાવવા પર ભાર મુકાશે તેવું તેમણે કહ્યું

કોણ છે રંજના દેસાઈ?

રંજના દેસાઈ 13 સપ્ટેમ્બર 2011થી 29 ઓક્ટોબર 2014ની વચ્ચે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રહી ચૂક્યા છે. રંજના દેસાઈએ જ 8 મે, 2012ના રોજ જસ્ટિસ અલતમ કબીરની સાથે હજ સબસિડી ખતમ કરવાનો નિર્ણય આપ્યો હતો.

EVMમાં લીધો હતો NOTAનો નિર્ણય

આ ઉપરાંત તેઓ અન્ય એક મહત્વના નિર્ણયમાં સામેલ રહ્યા છે. આ નિર્ણય ચૂંટણી સુધારા સાથે સંબંધિત છે. 27 સપ્ટેમ્બર, 2013ના રોજ તેમણે ત્રણ ન્યાયાધીશોની સાથે મળીને ઈવીએમમાં none of the above (NOTA)નો નિર્ણય લીધો હતો. આ બેંચમાં તત્કાલિન ચીફ જસ્ટિસ પી સદાશિવમ અને રંજન ગોગોઈ પણ હતા. આ પછી ચૂંટણી પંચે NOTAનો વિકલ્પ આપ્યો હતો.

1970માં શરૂ કરી હતી વકીલ તરીકે પ્રેક્ટિસ

જસ્ટિસ રંજના દેસાઈ જમ્મુ-કાશ્મીર સીમાંકન પંચનું નેતૃત્વ પણ કરી ચૂક્યા છે. આટલું જ નહીં તેમના નામે વધુ એક મોટી ઉપલબ્ધિ નોંધાયેલી છે. તેઓ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રથમ મહિલા અધ્યક્ષ રહી ચૂક્યા છે. 1970માં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરનાર રંજના દેસાઈનું પૂરું નામ રંજના પ્રકાશ દેસાઈ છે. તેઓ મહારાષ્ટ્રથી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનતા પહેલા રંજના દેસાઈ બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ હતા.

1996માં બોમ્બે હાઈકોર્ટના વકીલ તરીકે કરાયા હતા નિયુક્ત

પૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈના પિતા એસ.જી સામંત ક્રિમિનલ વકીલ હતા. 30 ઓક્ટોબર 1949ના રોજ જન્મેલા રંજના દેસાઈએ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી 1970માં તેમનું ગ્રેજ્યુએશન (BA) પૂર્ણ કર્યું અને ત્યારબાદ 1973માં મુંબઈની સરકારી લૉ કૉલેજમાંથી LLBનો અભ્યાસ કર્યો. આ પછી તેમણે વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી. આ પછી તેઓને એપ્રિલ 1996માં બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img