18.1 C
London
Sunday, June 8, 2025

Surat police drone capture: આરોપી પોલીસને ચકમો આપી તાપી નદીમાં કૂદ્યો: 4 કલાક બાદ ડ્રોનથી થયો પર્દાફાશ

Surat police drone capture: આરોપી પોલીસને ચકમો આપી તાપી નદીમાં કૂદ્યો: 4 કલાક બાદ ડ્રોનથી થયો પર્દાફાશ

Surat police drone capture: સુરત શહેરમાં એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી પોલીસથી બચવા તાપી નદીમાં કૂદી ગયો. આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરૂભાઈ સરવૈયા (ઉ.વ. 20, નિવાસી: સવજી કોરાટ બ્રીજ નીચે, તાપી) પોલીસ દ્વારા કોઝ-વે પાળા પરથી લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે અચાનક નદીમાં કુદી જતા ખળભળાટ મચી ગયો હતો..

આરોપી તરતાં તરતાં તાપી નદીની વચ્ચે આવેલા એક ટાપુ પર પહોંચી ગયો હતો. પોલીસે તરત જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ફાયર બ્રિગેડ, ક્રાઈમ બ્રાન્ચ અને ડ્રોન ટીમ મળીને બોટના સહારે ટાપુ સુધી પહોંચી. જોકે, ટાપુમાં ઝાડઝાંખરા, કાદવ અને ટેકરીઓના કારણે આરોપી નજરે પડતો નહોતો.

Surat police drone capture

ડ્રોન કેમેરાની મદદથી આ ટાપુ પર સઘન શોધખોળ હાથ ધરવામાં આવી. આશરે ચાર કલાકની કવાયત બાદ ડ્રોન દ્વારા એક કોથળામાં વીંટાયેલું શરીર ઝાડીઓ પાછળ છુપાયેલું દેખાયું. નજીક જતાં તે આરોપી હોવાની પુષ્ટિ થઈ અને આખરે પોલીસે તેને કાબૂમાં લઈ લીધો.

Surat police drone capture

આ ઘટના ફરીવાર દાખલ કરે છે કે ટેકનોલોજી – ખાસ કરીને ડ્રોન કેમેરા – પોલીસ તંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે…

Hot this week

Environment Conclave 2025: ઉદ્યોગકારો માટે જળસંચય અને પર્યાવરણ રક્ષણનો અહમ સંદેશ

Environment Conclave 2025: ઉદ્યોગકારો માટે જળસંચય અને પર્યાવરણ રક્ષણનો...

Topics

Environment Conclave 2025: ઉદ્યોગકારો માટે જળસંચય અને પર્યાવરણ રક્ષણનો અહમ સંદેશ

Environment Conclave 2025: ઉદ્યોગકારો માટે જળસંચય અને પર્યાવરણ રક્ષણનો...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img