1.4 C
London
Thursday, November 20, 2025

Sunita Williams return date: સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરવા તૈયાર, ગુજરાતના પિતરાઈ ભાઈએ યાદ કર્યા વિદાયના ક્ષણો

Sunita Williams return date: સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરવા તૈયાર, ગુજરાતના પિતરાઈ ભાઈએ યાદ કર્યા વિદાયના ક્ષણો

Sunita Williams return date: ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ નવ મહિનાથી વધુ સમય બાદ આખરે પૃથ્વી પર પાછા ફરવા જઈ રહી છે. તેમના પાછા વળવાના સમાચારથી ગુજરાતમાં તેમના પિતરાઈ ભાઈ દિનેશ રાવલ અને સમગ્ર પરિવારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે. દિનેશ રાવલે જણાવ્યું કે જ્યારે સુધી સુનિતા સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછી નહીં ફરે, ત્યાં સુધી તેમને શાંતિ નહીં મળે.

દિનેશ રાવલે જણાવ્યું કે સુનિતા તેમના કાકાની દીકરી છે અને પરિવાર ખૂબ નાનો છે. તેમણે યાદ કરતાં કહ્યું, “હું જ્યારે અમેરિકા ગયો ત્યારે તે અવકાશ માટે રવાના થઈ રહી હતી. તે અમને મળવા આવી હતી અને અમે ત્રણ-ચાર દિવસ સાથે રહ્યા હતા. મેં તેને પૂછ્યું પણ કે આટલું જોખમ લઈ જવું જ જોઈએ? તે હસીને બોલી કે આ તેનો સ્વપ્રેરિત નિર્ણય છે અને દુનિયાને કંઈક આપી શકે એ માટે જ તે જઈ રહી છે.”

Sunita Williams return date

દિનેશ રાવલે સુનિતાના જીવન સાથે જોડાયેલી એક રસપ્રદ ઘટના પણ યાદ કરી. તેમણે જણાવ્યું કે એક વખત ઉદયપુરની મુલાકાત વખતે રાત્રે સુનિતા એકલી બહાર ફરી હતી. દિનેશભાઈએ તેને ઠપકો આપતા પૂછ્યું કે “છોકરી થઈને એકલી કેમ ગઈ?” તો તે હસવા લાગી અને જવાબ આપ્યો, “જો 15-20 દિનેશભાઈઓ સાથે હોય તો પણ મને ડર નહીં લાગે!”

અવકાશયાત્રા દરમિયાન સુનિતા વિલિયમ્સે અનેક પડકારોનો સામનો કર્યો, જેમાં ફ્લાઇટમાં કેટલીક તકનિકી ખામીઓ પણ આવી, પણ તેણે ક્યારેય હિંમત હારી નહોતી. જ્યારે તેમના સ્પેસક્રાફ્ટમાં મુશ્કેલી સર્જાઈ ત્યારે સમગ્ર પરિવાર અને ગામના લોકો ચિંતિત થઈ ગયા હતા. દિનેશ રાવલે જણાવ્યું કે તેઓ અને ગામના સરપંચે ભગવાન પાસે સુનિતાની સલામત વાપસી માટે પ્રાર્થના કરી છે.

હવે સમગ્ર પરિવાર અને ગામના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે સુનિતા વિલિયમ્સ ક્યારે સુરક્ષિત પૃથ્વી પર પાછી ફરશે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img