ST Bus Fare Hike: ST બસ મુસાફરો માટે ખરાબ સમાચાર: ભાડામાં 10% વધારો, મધરાત્રિથી અમલ
ST Bus Fare Hike: એસટી બસમાં મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર આવ્યા છે. રાજ્યની એસટી બસ સેવાનું ભાડુ 10% વધારવાની જાહેરાત કરવામાં આવી છે, જે આજે રાત્રે 12 વાગ્યાથી અમલમાં આવશે.
10 લાખ મુસાફરોને થશે સીધી અસર
આ ભાડા વધારો રાજ્યના 10 લાખ જેટલા મુસાફરોને અસર કરશે. ખાસ કરીને, 48 કિમી સુધીની મુસાફરી કરતા મુસાફરો માટે 1 થી 4 રૂપિયા સુધીનો વધારો લાગુ કરવામાં આવ્યો છે.

2023માં 25% ભાડા વધારો થયો હતો
અગાઉ, 2023માં એસટી બસના ભાડામાં 25% વધારો કરવામાં આવ્યો હતો. નિગમે કહ્યું કે વાહન વ્યવહારને વધુ સુચારુ બનાવવા અને સારી સેવાઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવા બસ સ્ટેશન અને ભવિષ્યની યોજનાઓ
ગુજરાત એસટી નિગમે તાજેતરમાં 14 નવા બસ સ્ટેશન અને ડેપોનું લોકાર્પણ કર્યું છે. 2025-26ના બજેટ મુજબ, રાજ્યમાં 20,250 નવી એસટી બસો પ્રજાની સેવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે. સાથે જ 7,000 ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકોની ભરતી કરવામાં આવશે.
મધરાત્રિથી લાગુ થનારા ભાવવધારા સાથે મુસાફરોને હવે વધુ ખર્ચ કરવાનો વારો આવ્યો છે.



