4.5 C
London
Saturday, November 22, 2025

Solar water purification technology: સૌર ઊર્જા આધારિત પાણી શુદ્ધિકરણ,ગામડાંમાં સ્વચ્છ પાણી માટે નવી તકનીક

Solar water purification technology: સૌર ઊર્જા આધારિત પાણી શુદ્ધિકરણ,ગામડાંમાં સ્વચ્છ પાણી માટે નવી તકનીક

Solar water purification technology: આજે પાણીની શુદ્ધતા અને તેની ઉપલબ્ધિ વિશ્વવ્યાપી ચિંતાનું વિષય છે, ખાસ કરીને આપણા દેશમાં. ગુજરાતના સંશોધકોએ આ સમસ્યાનો ટકાઉ ઉકેલ લાવવા માટે એક નવીન અને પ્રગતિશીલ સૌર ઊર્જા આધારિત પાણી શુદ્ધિકરણ પ્રણાલી વિકસાવી છે. આ ઉપકરણ ખાસ કરીને વીજળી વિના વિસ્તારમાં રહેતા લોકો માટે એક આશીર્વાદરૂપ છે. આ ઉપકરણ બરોડા યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના સંયુક્ત પ્રયત્નથી બન્યું છે.

સૌર ઊર્જા સાથે પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા

આ પ્રણાલી સૂર્યપ્રકાશમાંથી મળતી ઊર્જાને સીધા કે વિધુતમાં બદલાઈ ઉપયોગ કરે છે. ત્રણ મુખ્ય રીતો દ્વારા પાણી શુદ્ધિકરણ થાય છે:

સૌર સ્ટિલ દ્વારા પાણીનું વરાળમાં રૂપાંતર, જે ઠંડું થઈ સ્વચ્છ પાણીમાં બદલાય છે.

Solar water purification technology

SODIS પદ્ધતિથી સૂર્યનાં UV કિરણોથી જીવાતો અને વાયરસને નાશ કરવો.

નેનો ટેકનોલોજી આધારિત ફિલ્ટર જે પાણીને હાનિકારક રાસાયણો અને બેક્ટેરિયા મુક્ત બનાવે છે.

વિશેષતાઓ અને લાભો

ડૉ. વેશાલી સુતારે જણાવ્યું કે આ ઉપકરણમાં પોલિમર કવર સાથે એક નાનું નેનો કમ્પોઝિટ ફિલ્ટર છે, જે પાણીના માધ્યમથી તમામ પ્રકારના દૂષણોને દૂર કરે છે. બેટરી સાથે આવતી આ પ્રણાલી રાત્રે કે વાદળછાયાવાળા સમયમાં પણ કાર્યરત રહે છે. તે ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ, નિકટવર્તી ગામડાઓ અને સૈનિક કેમ્પમાં ઉપયોગી રહેશે.

Solar water purification technology

આધુનિક સાઉર પાણી શુદ્ધિકરણ પ્રણાલીના પડકાર

તેની સ્થાપનામાં થતો ખર્ચ અને લોકોમાં આ ટેકનોલોજી અંગે ઓછા પ્રમાણમાં જ્ઞાન મુખ્ય પડકાર છે. ખરાબ હવામાન અને અજાણતા પણ તેની પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે. જો સરકાર અને સામાજિક સંસ્થાઓ આ પ્રણાલી માટે જાગૃતિ અને સહાયતા પ્રદાન કરે તો તે ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાનો એક સસ્તો અને અસરકારક ઉકેલ બની શકે છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img