1.4 C
London
Thursday, November 20, 2025

RTE Gujarat Reapplication: વાલીઓ માટે ખુશખબર: RTE એડમિશન માટે મળ્યો એક વધુ મોકો, જાણો ક્યારે કરી શકો અરજી

RTE Gujarat Reapplication: વાલીઓ માટે ખુશખબર: RTE એડમિશન માટે મળ્યો એક વધુ મોકો, જાણો ક્યારે કરી શકો અરજી

RTE Gujarat Reapplication: ગુજરાતમાં RTE (શિક્ષણનો અધિકાર) હેઠળ પ્રવેશ માટે જે વાલીઓની અરજી અમાન્ય ઠરાઈ હતી, તેમને રાજ્ય સરકાર દ્વારા ફરી એક તક આપવામાં આવી છે. હવે તેઓ ફરીથી અરજી કરી શકશે અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરીને પોતાની અરજી પાત્ર બનાવી શકશે.

21 થી 23 એપ્રિલ દરમિયાન મળશે તક

જેમની અરજી દસ્તાવેજોની અછત કે ખામીઓના કારણે રદ કરવામાં આવી હતી, તેઓ હવે 21 એપ્રિલથી 23 એપ્રિલ સુધી ફરીથી ડૉક્યુમેન્ટ અપલોડ કરીને પોતાની અરજી સુધારી શકે છે. આ સમયગાળામાં યોગ્ય રીતે દસ્તાવેજોની રજૂઆત કરવાથી તેમને RTE હેઠળ પ્રવેશનો લાભ મળવાની શક્યતા રહેશે.

RTE Gujarat Reapplication

શું છે RTE અધિનિયમ?

RTE, એટલે કે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 મુજબ, દેશના દરેક 6 થી 14 વર્ષની વયના બાળકને મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ આપવાનો હક્ક છે. ખાસ કરીને આ કાયદો એ અર્થતંત્રમાં નબળા અને સામાજિક રીતે વંચિત વર્ગના બાળકો માટે બનાવવામાં આવ્યો છે, જેથી તેઓ પણ ખાનગી શાળાઓમાં સારી શિક્ષણ સુવિધાઓ મેળવી શકે.

RTEની ખાસ શરતો અને લાભો:

બાળકને નજીકની શાળામાં એડમિશન લેવા માટે અધિકાર છે.

ખાનગી શાળાઓમાં પ્રથમ ધોરણમાં કુલ બેઠકોમાંથી 25% બેઠકો આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત રહેશે.

બાળકો સાથે કોઈપણ જાતનો ભેદભાવ કે શારીરિક-માનસિક ત્રાસ નહીં આપવો.

બાળકને પ્રવેશથી ઈન્કાર ન કરી શકાય, ભલે એ એડમિશન તારીખ બાદ આવે.

કોઈપણ બાળકને સ્કૂલમાંથી કાઢી મૂકવાનો હક્ક શાળાને નહીં હોય.

RTE Gujarat Reapplication

RTEનો આ મુદ્દો સમજીને જો વાલીઓ આ ત્રિદિવસીય અવધિમાં ફરીથી અરજી કરે છે અને યોગ્ય દસ્તાવેજ રજૂ કરે છે, તો તેમના બાળકો માટે ભવિષ્યના દરવાજા ખુલી શકે છે.

તમારા બાળકોના ભવિષ્ય માટે આ તક ગુમાવશો નહીં – 21 થી 23 એપ્રિલ વચ્ચે અવશ્ય અરજી કરો!

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img