RTE Admission 2025: ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: RTE પ્રવેશ માટે આવક મર્યાદામાં વધારો
RTE Admission 2025: ગુજરાત સરકારે શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE ACT-2009) હેઠળ આવક મર્યાદા વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેના કારણે વાલીઓને મોટી રાહત મળશે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારો માટે આવક મર્યાદા રૂ. 6 લાખ સુધી વધારો કરવામાં આવ્યો છે.
RTE પ્રવેશ યોજના અંતર્ગત બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1 માટે 25% બેઠકો પર નબળા અને વંચિત જૂથના બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. અગાઉ આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં રૂ. 1.50 લાખ હતી, જે હવે રૂ. 6 લાખ સુધી કરી દેવામાં આવી છે.

RTE પોર્ટલ પર અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2025 છે. તેવા બાળકો કે જેમણે 1 જૂન 2025 સુધી 6 વર્ષ પૂર્ણ કરી હશે, તેઓ અરજીઓ કરી શકશે. આ સુધારા પછી, અગાઉ આવક મર્યાદા કારણે જે અરજદારોની અરજી રદ થઈ હતી, તેઓને ફરી અરજી કરવાની તક મળશે.
આ પગલાં દ્વારા શિક્ષણને વધુ સુલભ અને વંચિત વર્ગ માટે વધુ આર્થિક રીતે સગવડભર્યું બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.



