Right to education gujarat : આરટીઇ પ્રવેશ માટેની આવક મર્યાદામાં વધારો થવાની શક્યતા, જાણો નવી અપડેટ
Right to education gujarat : ગુજરાતમાં ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં મફત પ્રાથમિક શિક્ષણ મળે તે માટે રાઇટ ટુ એજ્યુકેશન (RTE) કાયદા હેઠળ પ્રવેશ આપવામાં આવે છે.
હાલના નિયમો મુજબ, જે પરિવારની વાર્ષિક આવક 1.20 લાખ સુધી છે, તે RTE પ્રવેશ માટે પાત્ર ગણાય છે. જો કે, મળતી માહિતી અનુસાર, રાજ્ય સરકાર આ આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરી શકે છે.
આ નિર્ણયથી રાજ્યના વધુ બાળકો RTE અંતર્ગત ખાનગી શાળાઓમાં શિક્ષણ મેળવી શકશે. આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકારે આવક મર્યાદા વધારવાનો નિર્ણય લીધો હોવાની શક્યતા છે.
RTE હેઠળ શિક્ષણ માટેના નિયમો:
ઉમર મર્યાદા: 6 થી 14 વર્ષની ઉંમરના બાળકો માટે મફત પ્રાથમિક શિક્ષણનો હક
ખાનગી શાળાઓમાં અનામત: 25% બેઠકો આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે અનામત
શાળા પસંદગી: કલમ 6 અનુસાર, બાળકને નજીકની શાળામાં પ્રવેશ મળશે
વિશેષ પ્રવેશ: જો કોઈ બાળક 6 વર્ષની ઉંમરે શાળામાં દાખલ ન થયો હોય, તો પણ ઉંમર મુજબના ધોરણમાં પ્રવેશ લઈ શકે
આવક મર્યાદા વધારવાનો નિર્ણય લાગુ થયા બાદ વધુ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને RTE અંતર્ગત શિક્ષણ મેળવવા માટે યોગ્ય તક મળશે. રાજ્યમાં મોટી સંખ્યામાં બાળકો ખાનગી શાળાઓમાં ભણવા માટે પાત્ર બનશે, જેના કારણે તેમનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બની શકે.