Revised General list of teaching assistants in Gujarat : શિક્ષણ સહાયકોના ઉગ્ર આંદોલન બાદ સરકાર જાગી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સુધારેલી સામાન્ય યાદી જાહેર
Revised General list of teaching assistants in Gujarat : ગુજરાતમાં શિક્ષણ સહાયકોની ભરતીને લઈને ચાલી રહેલા વિરોધ અને આંદોલનના પગલે રાજ્ય સરકાર આખરે સતર્ક બની છે. ગુજરાત રાજ્ય શિક્ષણ સ્ટાફ ભરતી પસંદગી સમિતિ (GSERC) દ્વારા શિક્ષણ સહાયક માટે મેરિટ લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે.
શિક્ષણ સહાયક ભરતી 2024 માટે સુધારેલી સામાન્ય યાદી જાહેર
ગુજરાતની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનના અધ્યયન બાદ સુધારેલી સામાન્ય યાદી (Revised General List) જાહેર કરવામાં આવી છે.

શિક્ષણ સહાયક ભરતીને લઈ સરકારના નિર્ણયો
શિક્ષક પદ માટેની ભરતી મુદ્દે સરકાર કોઈ ચોક્કસ નિર્ણય લેતી ન હોવાથી, ઉમેદવારો વારંવાર ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યાં હતાં. રાજ્યમાં શિક્ષકોની કમી અને ભરતી પ્રક્રિયાના ધીમી ગતિને લઈને ઉમેદવારોએ સતત વિરોધ દર્શાવ્યો હતો.

આંદોલનના દબાણ હેઠળ સરકાર દ્વારા સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી હતી. હવે, વધુ એક પગલું ભરતા સરકારી અને ગ્રાન્ટેડ TAT સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષક ભરતી માટે મેરિટ લિસ્ટ તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
આ નિર્ણય સાથે, લાંબા સમયથી શિક્ષક ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે નવો માર્ગ ખુલી ગયો છે.



