7.7 C
London
Saturday, November 22, 2025

Redevelopment Project Tax Relief: રિડેવલપમેન્ટમાં મળતા નવા ફ્લેટ પર હવે નહીં લાગે ટેક્સ: ITATનો મોટો નિર્ણય

Redevelopment Project Tax Relief: રિડેવલપમેન્ટમાં મળતા નવા ફ્લેટ પર હવે નહીં લાગે ટેક્સ: ITATનો મોટો નિર્ણય

Redevelopment Project Tax Relief: રિયલ એસ્ટેટ બજાર માટે ખુશખબરરૂપ સમાચાર સામે આવ્યા છે. જો કોઈ વ્યક્તિએ પોતાના જૂના મકાનને રિડેવલપમેન્ટ માટે ડેવલપરને આપ્યું છે અને તેના બદલે તેને નવો ફ્લેટ મળ્યો છે, તો હવે તેની પર કોઈ આવકવેરો લાગશે નહીં. મુંબઈ ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) દ્વારા લેવાયેલા તાજેતરના નિર્ણય અનુસાર, રિડેવલપમેન્ટ અંતર્ગત મળેલા નવા ફ્લેટને આવકવેરા કાયદાની કલમ 56 હેઠળ કરપાત્ર ગણવામાં નહીં આવે.

tribunal ના નિર્ણયથી મિલકતધારકોને મળશે મોટી રાહત

મુંબઈ ITAT બેંચના સભ્યો બી.આર. ભાસ્કરન અને સંદીપ ગોસાઈએ રીડેવલપમેન્ટના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતાં જણાવ્યું કે, જૂના રહેણાંક ફ્લેટના બદલે મળતો નવો ફ્લેટ કોઈ આવકરૂપ ફાયદો નથી ગણાતો, તેથી તેને કરપાત્ર આવક તરીકે ગણવી યોગ્ય નથી.

આ કેસ અનિલ દત્તારામ પિતલે નામના નાગરિક સાથે સંકળાયેલો હતો જેમણે 1997-98માં સહકારી મંડળીમાં એક ફ્લેટ ખરીદ્યો હતો. ત્યારબાદ રિડેવલપમેન્ટ કરાર અનુસાર તેમને 2017માં નવી બિલ્ડિંગમાં નવો ફ્લેટ ફાળવાયો હતો.

આવકવેરા વિભાગે શું કર્યો હતો દાવો?

આ કેસમાં નવા ફ્લેટની સ્ટેમ્પ ડ્યૂટીની કિંમત ₹25.17 લાખ હતી, જ્યારે જૂના ફ્લેટની કિંમત ₹5.43 લાખ હતી. આવકવેરા વિભાગે બંને વચ્ચેના ₹19.74 લાખના તફાવતને ‘અન્ય આવક’ તરીકે ગણાવી ટેક્સ લગાવ્યો હતો. જોકે પિતલેએ ITATમાં અપીલ કરી અને તે માન્ય રાખવામાં આવી હતી.

Redevelopment Project Tax Relief

ITATનું મહત્વપૂર્ણ સ્પષ્ટીકરણ

ટ્રિબ્યુનલએ સ્પષ્ટ કર્યું કે કલમ 56(2)(x)ની જોગવાઈઓ આ કેસ પર લાગુ પડતી નથી કારણ કે આ કરાર માત્ર માલમત્તાની વિનિમય છે, નફો નહીં. તેથી, આવક ગણાવીને કર વસૂલવો યોગ્ય નથી.

ભવિષ્યમાં વેચાણના સમયે લાગશે કેપિટલ ગેઇન ટેક્સ

કાનૂની નિષ્ણાતોના મતે, આ નિર્ણયથી હવે રિડેવલપમેન્ટ માટે પોતાનું મકાન આપનારા લોકોને મોટી રાહત મળશે. જો કે નવા ફ્લેટના ભવિષ્યમાં વેચાણ સમયે કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડશે. જોકે, આવકવેરા કાયદાની કલમ 54 હેઠળ જે રકમ નવી મિલકતમાં પુનર્વિનિયોગ કરવામાં આવે છે, તે પર કાપણી મળી શકે છે, જેથી કેપિટલ ગેઇન ટેક્સથી પણ બચી શકાય છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img