Rajkot Mela Ride Foundation Issue: રાજકોટમાં જન્માષ્ટમી મેળો : રાઈડ્સ SOPના કડક નિયમોને લઈને વિવાદ અને બહિષ્કારની ધમકી
Rajkot Mela Ride Foundation Issue: રાજકોટમાં ઓગસ્ટ 14 થી 18 દરમિયાન રેસકોર્સ મેદાનમાં યોજાનારા લોકમેળા ને લઈ વિવાદ ગરમાયું છે. ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશનની તરફથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) ના કડક નિયમોમાં છૂટછાટ કરવા માટે અરજી કરી છે. ખાસ કરીને રાઈડ્સ માટેના નિયમોમાં સુધારો અને હંગામી મેળા માટે અલગ નિયમ બનાવવાની માંગ કરવામાં આવી છે. એમ્યુઝમેન્ટ એસોસિએશનનું કહેવું છે કે, જો કડક SOP નિયમ હંગામી મેળામાં ફરજિયાત લાગુ કરાશે તો તેઓ આ મેળાનો બહિષ્કાર કરી દેશે.
ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશનના મંત્રી કૃષ્ણસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાઈડ્સ માટે સિમેન્ટ ફાઉન્ડેશન ફરજિયાત કરવું યોગ્ય નથી. લોખંડનું ફાઉન્ડેશન રાખવામાં આવે છે, તે પૂરતું છે. તેઓએ કહ્યું, “શું સિમેન્ટ ફાઉન્ડેશન રાખવાથી અકસ્માત થવાનું રોકાશે? રસ્તા પર વાહનોના અકસ્માત થાય ત્યારે સરકાર રસ્તા બંધ કરે? આ રીતે નિયમો કડક કરવાથી અમે નુકસાનમાં રહીશું.”

રાજકોટમાં TRP ગેમઝોન ઘટના બાદ આ વર્ષે SOPના કડક નિયમોને કારણે મેળા બંધ રહેવા પડયા હતા. પોલીસે પણ લાયસન્સ મંજૂરીમાં ગંભીરતા નથી દાખવી. રોડ એન્ડ બિલ્ડિંગ અને યાંત્રિક વિભાગ પણ મંજૂરી આપવા પર સંકોચ દર્શાવે છે.
ખાનગી મેળા સંચાલક દશરથસિંહ વાળાએ કહ્યું કે, રેસકોર્સ મેદાનમાં આ પ્રકારના કડક નિયમોનું પાલન હંમેશા મુશ્કેલ રહ્યું છે. SOPમાં સિમેન્ટ ફાઉન્ડેશન માટે કોઇ સ્પષ્ટ જોગવાઈ નથી, પણ તાજેતરમાં કડક નિયમો લાગુ કર્યા જઈ રહ્યા છે, જે અસમંજસ અને અસંભવ છે. કલેક્ટર સાથે પણ આ મુદ્દા પર વાત થઈ છે અને કલેક્ટરે SOP મુજબનો જવાબ આપ્યો કે ફાઉન્ડેશનનો ઉલ્લેખ SOPમાં નથી, પરંતુ રાઈડસ મંજૂરી અંગે વિચાર કરશે.

સુરત શહેરમાં ઉનાળાની સીઝનમાં મેળા શાંતિપૂર્વક અને રાઈડસ સાથે યોજાય છે, તો રાજકોટમાં આ કડક SOPનું તર્ક સમજવું મુશ્કેલ છે. જો નિયમો હળવા ન કરવામાં આવ્યા તો રાઈડસ ધારકો આ વર્ષે ખેલ મેળા યોજવાનો નક્કી કર્યું નથી.
આ વિવાદ વચ્ચે હવે સરકાર શું પગલાં લે છે તે જોવાનું રહેશે.



