Rajkot COVID cases rise : રાજકોટમાં કોરોનાનો પ્રકોપ વધ્યો: 70 સોસાયટીઓમાં ફેલાયો વાયરસ, 24 કલાકમાં નોંધાયો ગંભીર વધારો
Rajkot COVID cases rise : રાજકોટમાં કોરોનાના કેસોમાં ત્રાસદાયક વધારો થયો છે. શહેરની 70થી વધુ સોસાયટીઓમાં કોરોના વાયરસ ફેલાયેલો છે. ગત 24 કલાકમાં ખાસ કરીને કિશાનપરા, પ્રગતિ સોસાયટી, નહેરૂનગર, સરકારી વસાહત, શક્તિ સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં નવા કેસ નોંધાયા છે. રાજકોટમાં એક્ટિવ કેસોની સંખ્યા હવે 51ને પાર પહોંચી ગઈ છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 183 નવા કોરોનાના કેસ નોંધાયા છે અને એક્ટિવ કેસોની કુલ સંખ્યા 822 સુધી પહોંચી છે. સુરત અને વડોદરામાં પણ કોરોના દર્દીઓ વધી રહ્યા છે. સુરતમાં 6 નવા દર્દીઓ પોઝિટિવ જાહેર થયા છે જ્યારે વડોદરામાં 6 નવા કેસ સામે આવ્યા છે.

આરોગ્ય તંત્રએ તમામ લોકોને સાવચેત રહેવા, માસ્કનું પાલન કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની કડક સૂચના આપી છે. કોરોના વાયરસના નવા વેરિએન્ટને લઈને તંત્ર સતર્ક છે અને સારવાર માટે પૂરતી દવાઓ અને ઓક્સિજન ઉપલબ્ધ છે.



