Rahul Gandhi in Gujarat: રાહુલ ગાંધીએ ગુજરાતમાં કૉંગ્રેસના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપી
Rahul Gandhi in Gujarat કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બે દિવસ માટે ગુજરાતની મુલાકાત લીધી છે. 6 માર્ચના રોજ તેમણે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા અને ત્યારબાદ ગુજરાત કૉંગ્રેસ કાર્યાલયમાં કૉંગ્રેસના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી.
આ બેઠકમાં રાહુલ ગાંધીએ પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં હાજરી આપી, જેમાં કૉંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા અને અન્ય ટોચના નેતાઓ હાજર રહ્યા.
આ બેઠકમાં 2027ની ચૂંટણીની તૈયારી અને પક્ષના સંગઠન મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યકરો, જિલ્લા અને બૂથ સ્તરના નેતાઓ સાથે પણ મિટીંગ કરી, જેમાં તેમના 9 કલાકના સમયગાળા દરમિયાન 5 અલગ અલગ મિટીંગો યોજાવાની હતી.
આજે લોકસભામાં વિપક્ષના નેતા શ્રી @RahulGandhi જી એ Political Affairs Committee ની બેઠકમાં હાજરી આપી.
આ બેઠકમાં સંગઠન મહાસચિવ શ્રી @kcvenugopalmp , ગુજરાત પ્રભારી અને મહામંત્રી શ્રી @MukulWasnik,પ્રદેશ પ્રમુખ શ્રી @shaktisinhgohil જી, વિરોધપક્ષના નેતા શ્રી @AmitChavdaINC જી… pic.twitter.com/DJOsdFtxaT
— Gujarat Congress (@INCGujarat) March 7, 2025
આ બેઠકના મુખ્ય ઉદ્દેશ્યમાં ગુજરાત કૉંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાનો અને આગામી રાજકીય રણનીતિઓ પર ચર્ચા કરવાનો હતો. 8 અને 9 એપ્રિલ 2025ને રોજ ગુજરાતમાં કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે, જે 64 વર્ષમાં પહેલીવાર રાજ્યમાં યોજાઈ રહ્યો છે.
આ ઉપરાંત, રાહુલ ગાંધીએ બપોરે 1.30 વાગે જિલ્લાની કૉંગ્રેસના પ્રમુખો સાથે બેઠક કરી અને 2.30 વાગે બ્લોક કૉંગ્રેસના પ્રમુખો સાથે પણ બેઠક રાખી હતી.
આ ગુજરાત યાત્રા એ કૉંગ્રેસ માટે મહત્વપૂર્ણ હોવાનું માનવામાં આવે છે, કારણ કે રાજ્યમાં 30 વર્ષથી વધુ સમયથી ભાજપ સત્તામાં છે, અને કૉંગ્રેસ પાર્ટી હવે તેની વિરોધી રણનીતિ અને સંગઠન મજબૂત કરવા માટે પ્રયાસ કરી રહી છે.