1.4 C
London
Thursday, November 20, 2025

Rahul Gandhi : ‘દિલ્હી આવો, વાત કરવી છે’ – ગુજરાતમાં નેતાઓને ઝાટકણી કાઢ્યા બાદ રાહુલ ગાંધીએ હાઇકમાન્ડ પાસેથી મોકલાવ્યું ખાસ તેડું

Rahul Gandhi : ‘દિલ્હી આવો, વાત કરવી છે’ – ગુજરાતમાં નેતાઓને ઝાટકણી કાઢ્યા બાદ રાહુલ ગાંધીએ હાઇકમાન્ડ પાસેથી મોકલાવ્યું ખાસ તેડું

Rahul Gandhi : ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આજે પાર્ટીના નેતાઓની ઝાટકણી કાઢી છે. તેમણે આક્ષેપ કરતાં કહ્યું કે, ‘કેટલાક કોંગ્રેસી નેતા ગુપ્ત રીતે ભાજપ માટે કામ કરી રહ્યા છે. ભાજપ શાસિત રાજ્યમાં કોંગ્રેસને મજબૂત કરવાની જરૂર પડશે તો અમે 30-40 નેતાઓને હટાવવા માટે તૈયાર છીએ.’

રાહુલના નિવેદન બાદ પાર્ટીની અંદર ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસમાં સંગઠનને મજબૂત કરવાની કવાયત તાત્કાલીક શરુ થઈ ગઈ છે. એકતરફ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ એકમના નેતાઓની ઝાટકણી કાઢી છે, તો બીજીતરફ કોંગ્રેસ હાઇકમાન્ડે દેશભરના જિલ્લા અધ્યક્ષોને મેસેજ મોકલ્યો છે.

દેશભરના જિલ્લા અધ્યક્ષોની દિલ્હીમાં બેઠક યોજાશે

મળતાં અહેવાલો મુજબ, કોંગ્રેસે દેશભરના જિલ્લા અધ્યક્ષોની દિલ્હીમાં બેઠક યોજવાનો નિર્ણય લીધો છે. બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિત તમામ વરિષ્ઠ નેતાઓ હશે. આ બેઠક માર્ચના અંતે અથવા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં યોજાવાની સંભાવના છે.

બેઠકમાં કોંગ્રેસને મજબૂત કરવાની રણનીતિ પર ચર્ચા થશે

કોંગ્રેસને જિલ્લા સ્તરે મજબૂત કરવા માટે બેઠકમાં ચર્ચા થશે. ગુજરાતમાં એપ્રિલમાં કોંગ્રેસનું સેશન યોજાવાનું છે, જો કે તે પહેલા પાર્ટી જિલ્લા અધ્યક્ષો પાસેથી ફીડબેક લેવાશે. એવું કહેવાય છે કે, બેઠકમાં જિલ્લા કોંગ્રેસ કમિટીના અધિકારો અંગે ચર્ચા થશે.

ગુજરાતમાં કેટલાક કોંગ્રેસીઓ ભાજપ સાથે મળેલા : રાહુલ ગાંધી

ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ આજે (8 માર્ચ) સ્થાનિકો સાથે મિટિંગ કરીને તેમના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરો સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારોની અને સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો હાજર રહ્યા હતા.

સંવાદ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના જ નેતાઓ પર આકરા પ્રકારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓની કમી નથી, સિનિયર લેવલના નેતા છે. બબ્બર શેર છે, પરંતુ પાછળ ચેન બાંધેલી છે.

કોંગ્રેસનું નેતૃત્વ સંગઠિત થઈને લડે, તો બદલાવ શક્ય છે

અમદાવાદમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતા અને કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન પૂર્વ ધારાસભ્યો અને હોદ્દેદારોએ કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જો કોંગ્રેસનું નેતૃત્વ સંગઠિત થઈને લડે, તો બદલાવ શક્ય છે.

હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને સ્ટેજ પરથી કહેવા માંગું છું કે ગુજરાતને કોંગ્રેસ પાર્ટી રસ્તો બતાવી શકતી નથી. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતમાં બે પ્રકારના લોકો છે. એક જે જનતા સાથે ઊભા છે, જેના દિલમાં કોંગ્રેસની વિચારધારા છે અને બીજા તે જે જનતાથી દૂર છે. તેમાંથી અડધા ભાજપ સાથે જોડાયેલા છે. જ્યાં સુધી આપણે આ બે લોકોને અલગ કરીશું નહીં, ત્યાં સુધી ગુજરાતની જનતા આપણા પર વિશ્વાસ કરશે નહીં.

‘10, 15, 20, 30 લોકોને કાઢી મૂકવા પડે તો કાઢી નાખવા જોઇએ’

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે ‘જો આપણે કડક કાર્યવાહી કરવી પડી અને 10, 15, 20, 30 લોકોને કાઢી મૂકવા પડે તો હાંકી કાઢવા જોઈએ. ભાજપ માટે અંદરથી કામ કરી રહ્યા છો, તો ચલો જાવ બહારથી કામ કરો. ત્યાં તમને સ્થાન નહીં મળે, તે તમને બહાર ફેંકી દેશે.

આપણા નેતાઓ ગુજરાતની પ્રજા વચ્ચે જાય, પ્રજાને સાંભળો. આ બધું સરળતાથી થઈ શકે છે. વિપક્ષ માટે ગુજરાતમાં 40 ટકા વોટ પર્સન્ટ છે. જો આપણો વોટ પર્સન્ટ માત્ર 5 ટકા વધી જાય તો અહી સરકાર બની શકે છે. હું ગુજરાતને સમજવા માંગું છું, હું ગુજરાતની જનતા સાથે સંબંધ બનાવવા માંગુ છું.’

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img