Primary Education Officers Transfer : રાજ્યના 26 તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની બદલી, જુઓ સંપૂર્ણ લિસ્ટ
Primary Education Officers Transfer : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓ તાત્કાલિક અસરથી લાગુ થશે. જેમાં શિક્ષણ વિભાગના આદેશાનુસાર રાજ્યભરના વિવિધ જિલ્લાના ગોધરા, ભુજ, રાજુલા, અંજાર, વેરાવળ, તળાજા, પાટણ, ધોરાજી, સાવરકુંડલા, મોરબી, સમી, લાખણી, કોડીનાર, પાલીતાણા, લાઠી, લીલીયા, કામરેજ, પાલનપુર, થરાદ, વડગામ, કાંકરેજ, સિદ્ધપુર, દાંતા સહિત 26 તાલુકાઓના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની બદલી
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આજે શુક્રવારે રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની બદલીને લઈને પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાના તાલુકામાંં વર્ગ 2માં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી છે.
બદલી કરાયેલા અધિકારીઓની યાદી






