6 C
London
Saturday, November 22, 2025

PI Transfer : ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: છ ઇન્સ્પેક્ટરની સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી, તાત્કાલિક અમલ

PI Transfer : ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: છ ઇન્સ્પેક્ટરની સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી, તાત્કાલિક અમલ

PI Transfer : ગુજરાત રાજ્ય પોલીસ વિભાગે એક મહત્વપૂર્ણ વ્યવસ્થાપક નિર્ણય લેતા કુલ છ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરી છે. આ તમામ અધિકારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલમાં ટ્રાન્સફર કરીને તાત્કાલિક તેમની નવી જગ્યાએ ફરજ સંભાળવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) અને આઇજીઅફ પોલીસ શ્રી વિકાસ સહાય દ્વારા આ બદલીઓ બાબત સત્તાવાર પરિપત્ર જાહેર કરાયો છે.

PI Transfer

જેઓની બદલી કરવામાં આવી છે તેઓ નીચે મુજબ છે:

પી.પી. બ્રહ્મભટ્ટ – અત્યાર સુધી દેવભૂમિ દ્વારકામાં ફરજ બજાવી રહ્યા હતા.

આર.કે. કરમટા – ભરૂચમાં ફરજ પર હતા.

જી.આર. રબારી – બનાસકાંઠા જિલ્લાની કામગીરી સંભાળી રહ્યા હતા.

સી.બી. ચૌધરી – ગાંધીનગર સ્થિત S.C.R.B. વિભાગમાં નિયુક્ત હતા.

બી.એચ. રાઠોડ – અમદાવાદ ગ્રામ્યમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

એ.જે. ચૌહાણ – C.I.D. ક્રાઇમ વિભાગમાં ફરજ સંભાળી રહ્યા હતા.

આ તમામ અધિકારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલમાં મોકલવા પાછળનું મુખ્ય ઉદ્દેશ જાહેર હિતમાં વધુ અસરકારક દેખરેખ અને કામગીરી સુનિશ્ચિત કરવાનું હોવાનું જણાવાયું છે.

આ નિર્ણય રાજ્યભરમાં વિવિધ તપાસ કામગીરી, ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર અને પોલીસ ચુસ્તતા વધારવા માટે અગત્યનો ભાગ બની શકે છે. હવે નજર રહેશે કે આ નવા સંકલન સાથે મોનિટરિંગ સેલ કેવી અસરકારક કામગીરી કરે છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img