PG admission process: PG એડમિશન પ્રક્રિયા શરૂ: M.E, M.Pharm, MBA અને MCAમાં પ્રવેશ માટે 3 જૂનથી ઓનલાઈન નોંધણી શરૂ
PG admission process: સ્નાતક (UG) પૂર્ણ કર્યા પછી હવે PG કોર્સમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરુ થઇ છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) દ્વારા M.E, M.Pharm, MBA અને MCAના પ્રવેશ માટેની જાહેરાત કરી દીધી છે. 3 જૂનથી વિદ્યાર્થીઓ www.gujacpc.nic.in પર જઈને પોતાની અરજી આપી શકશે.

M.E (77 કોલેજ), M.Pharm (65 કોલેજ) માટે અરજી 3 થી 18 જૂન સુધી ખુલ્લી રહેશે, જ્યારે MBA (126 કોલેજ) અને MCA (83 કોલેજ) માટે આ સમયગાળો 3 થી 24 જૂન સુધી રહેશે. M.Pharm ના 10 કોલેજોમાં પ્રવેશ માટે ફોર્મ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને કોલેજમાં સીધા જમા કરાવવાની પ્રક્રિયા રહેશે.

વિદ્યાર્થીઓની સહેલાઈ માટે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લા સ્તરે સાબર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ અંગેની તમામ વિગતો પ્રવેશ સમિતિની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. કોલેજોની ખાલી બેઠકો અને અન્ય જરૂરી માહિતી પણ ટૂંક સમયમાં પોર્ટલ પર અપલોડ કરાશે. પ્રવેશ સંબંધિત વધુ મદદ માટે ઉમેદવારો હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે છે.



