Pet dog registration Ahmedabad: અમદાવાદમાં પાળતુ શ્વાન રાખવું હવે મોંઘું: રજિસ્ટ્રેશન ફીમાં 300 રૂપિયાનો ઉછાળો, નહિ કરાવશો તો કપાશે પાણી-ગટર
Pet dog registration Ahmedabad: અમદાવાદમાં પાળતુ શ્વાન રાખવા ઈચ્છતા નાગરિકો માટે નવો નિયમ લાગૂ થયો છે. હવે શ્વાન માટે રજિસ્ટ્રેશન કરાવવું વધુ ખર્ચાળ બની ગયું છે. AMCએ રજિસ્ટ્રેશન ચાર્જ 200 રૂપિયેથી સીધો 500 રૂપિયા સુધી કર્યો છે.
શહેરના રહેવાસીઓ માટે પાલતુ શ્વાન માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ પ્રક્રિયામાં અરજીકર્તાને પોતાની ઓળખ અને સરનામાના પુરાવા સાથે શ્વાન અને તેના રહેવાના સ્થળના ફોટા AMC સમક્ષ રજૂ કરવા પડશે.

AMCએ આ અગાઉ 31 મેને છેલ્લી તારીખ તરીકે જાહેર કરી હતી, જેમાં કુલ 15,504 શ્વાનોનું રજિસ્ટ્રેશન થયું છે. હવે જો કોઈએ રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય, તો તેના ઘરના પાણી અને ગટર કનેક્શન કાપવામાં આવશે.

AMCના જણાવ્યા અનુસાર, આ પગલું શહેરમાં શ્વાનોની સંખ્યા પર નિયંત્રણ રાખવા અને રખડતા શ્વાનોના મુદ્દાને નિયંત્રિત કરવા માટે લેવાયું છે. નાગરિકોને પણ અનુરોધ કરાયો છે કે તેઓ નિયમોનું પાલન કરીને અવિરત સેવા અને દંડથી બચી શકે.



