1.4 C
London
Thursday, November 20, 2025

Pahalgam Terrorist Attack : પહેલગામ હુમલા બાદ ગુજરાતમાં સુરક્ષાનો ધમધમાટ: રાજ્ય હાઇ એલર્ટ પર, C.M. ની અધ્યક્ષતામાં તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

Pahalgam Terrorist Attack : પહેલગામ હુમલા બાદ ગુજરાતમાં સુરક્ષાનો ધમધમાટ: રાજ્ય હાઇ એલર્ટ પર, C.M. ની અધ્યક્ષતામાં તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

Pahalgam Terrorist Attack : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બનેલા ભયાનક આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ચિંતાનો માહોલ છે. જેમાં 27 નિર્દોષ નાગરિકોના મોત થયા છે અને તેમા ત્રણ ગુજરાતીઓ પણ શામેલ છે. આ દુઃખદ ઘટના પછી રાજ્ય સરકાર સતર્ક બની ગઈ છે. ગુજરાતમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને તાત્કાલિક રીતે સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક

આ ઘટનાને ધ્યાનમાં લઈ, ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય ખાતે તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષીકેશ પટેલ, મુખ્ય સચિવ, રાજ્ય પોલીસ વડા, રાહત કમિશ્નર અને અન્ય અગત્યના અધિકારીઓ હાજર રહ્યા. જ્યારે રાજ્યના તમામ જિલ્લાઓના એસપી અને શહેરોના પોલીસ કમિશ્નરો વીડિયો કોન્ફરન્સ મારફતે જોડાયા.

રાજ્યના મોટા શહેરો અને મહત્વના સ્થળો પર કડક સુરક્ષા વ્યવસ્થા

CM ની બેઠક પછી તાત્કાલિક statewide high alert જાહેર કરાયો. નીચેના મહત્વના પગલાં લેવામાં આવ્યા:

મંદિરો, રેલવે સ્ટેશનો, એરપોર્ટ્સ અને ટૂરિસ્ટ પોઈન્ટ્સ પર વધારાનું પોલીસ બંદોબસ્ત.

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, જામનગર સહિતના શહેરોમાં પોલીસે પેટ્રોલિંગ વધાર્યું.

ઈન્ટેલિજન્સ નેટવર્ક સક્રિય, તમામ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર.

સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો (SIB) ને ખાસ સૂચનાઓ.

બોર્ડર વિસ્તારોમાં સઘન ચેકિંગ શરૂ.

મૃતક ગુજરાતીઓના પાર્થિવ દેહ આજે વતન લાવવામાં આવ્યા

અત્યંત દુઃખદ બાબત એ છે કે આજના દિવસે જ આ હુમલામાં મૃત્યુ પામેલા ત્રણેય ગુજરાતી નાગરિકોના દેહો શ્રીનગરથી ગુજરાત પરત લાવવામાં આવ્યા છે. તેમના પારીવિકો સાથે રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે અને તમામ પ્રકારની મદદ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. વડોદરા અને ભાવનગરથી સંબંધિત આ મૃતકો માટે રાજકીય સ્તરે શ્રદ્ધાંજલિ આપવાની તૈયારીઓ પણ ચાલી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સૂચનાઓ

રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા નાગરિકોને નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવી છે:

કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ જોવા મળે તો તરત 100 નંબર પર જાણ કરો.

ભીડભાડના સ્થળોએ ધ્યાન રાખો અને શક્ય હોય તેટલી જગ્યા ટાળો.

સરકારી માર્ગદર્શિકા અને સ્થાનિક પોલીસની સૂચનાઓનું પાલન કરો.

સોશિયલ મીડિયા પર ગેરમાહિતી ફેલાવવાનું ટાળો.

પોલીસ ફોર્સ રાત્રે પણ ચોક્કસ , સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક
CM ની સૂચના બાદ રાજ્યના તમામ શહેરોમાં પોલીસ દળે રસ્તા પર રાતપાળી શરૂ કરી દીધી છે. ખાસ કરીને ટ્રેન સ્ટેશનો, બસ સ્ટેન્ડ અને રાતના સમયમાં વધુ ભીડભાડ રહેતા સ્થળોએ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રાજ્યના સીમાવર્તી વિસ્તારોમાં પણ દસ્તાવેજ ચેકિંગ અને વાહન તપાસ શરૂ કરવામાં આવી છે.

અંતે…
પહેલગામ હુમલો માત્ર એક સ્થળવિશિષ્ટ ઘટના નથી, તે સમગ્ર દેશના વિશ્વાસ પર હુમલો છે. ગુજરાત સરકારની ઝડપી અને કડક કામગીરી એ બતાવે છે કે રાજ્ય આતંકવાદ સામે ઝૂકી નહિ. રાજ્ય સરકારે જનતાને વિશ્વાસ અપાવ્યો છે કે તેમની સુરક્ષા માટે દરેક સ્તરે કાર્ય ચાલી રહ્યું છે. આ ક્રુરતાને જડમૂળથી નાબૂદ કરવા માટે હવે સમગ્ર દેશ એકસાથે ઊભો છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img