7.7 C
London
Saturday, November 22, 2025

Narendra Modi Kutch Speech: કચ્છથી કરારો જવાબ: આતંકવાદનો અંત અને વિકાસનો આરંભ

Narendra Modi Kutch Speech: કચ્છથી કરારો જવાબ: આતંકવાદનો અંત અને વિકાસનો આરંભ

Narendra Modi Kutch Speech: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 26 મેના રોજ કચ્છમાં યોજાયેલી વિશાળ જાહેર સભામાં જણાવ્યું કે ‘ઓપરેશન સિંદૂર’ માત્ર એક લશ્કરી કાર્યવાહી નહીં, પણ ભારત માટે આતંકવાદના અંતની દિશામાં ઉદ્દેશિત મિશન છે. તેમણે કહ્યું કે હવે પાકિસ્તાનને તેના કપટપૂર્ણ કાર્યો માટે ભારે કિંમતો ચુકવવી પડશે.

રણમાંથી ઊર્જા અને સમૃદ્ધિના કેન્દ્ર સુધીની સફર

પ્રધાનમંત્રીએ કચ્છની ભૂમિ સાથે પોતાના ગાઢ લાગણીઓ વ્યક્ત કરતા કહ્યું કે એક સમયે અપવિત્ર ગણાતા રણની ધરતી આજે દેશના ઊર્જા ભવિષ્યનું કેન્દ્ર બની રહી છે. ખાવડામાં વિશ્વનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ અને કંડલામાં વિકસતો ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ ભારતમાં ઊર્જા આત્મનિર્ભરતા તરફ દોડતુ મોટુ પગથિયું છે.

તેમણે કહ્યું, “રણ હવે દેશને પ્રકાશ આપતો પવિત્ર પ્રદેશ બની ગયો છે.”

દરિયાઈ શક્તિ અને બંદર વિકાસ પર ભાર

પીએમ મોદીએ કહ્યું કે કચ્છના બંદરો ભારતના આર્થિક પરિઘના કેન્દ્રસ્થાન છે. દેશના દરિયાઈ વેપારનો ત્રીજો ભાગ ફક્ત કચ્છના બંદરો—મુન્દ્રા અને કંડલા—મારફતે થાય છે. તેમણે બંને બંદરોની ક્ષમતા બમણી કરવાની અને જહાજ નિર્માણ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની નવી યોજનાઓની જાહેરાત કરી.

Narendra Modi Kutch Speech

કચ્છની સંસ્કૃતિને વૈશ્વિક માન્યતા

મોદીએ કચ્છની સમૃદ્ધ કલા અને હસ્તકલાકૃતિઓ જેમ કે અજરક, ભુજોડીના હસ્તવિશેષ કામને GI ટેગ મળવા બદલ ગર્વ વ્યક્ત કર્યો. સાથે સાથે, ભુજના સ્મૃતિ વન મ્યુઝિયમને યુનેસ્કો દ્વારા વિશ્વના સર્વોત્તમ મ્યુઝિયમ તરીકે માન્યતા મળવું પણ ગુજરાત માટે ગૌરવની વાત ગણાવી.

કૃષિથી પર્યટન સુધીનો વિકાસ

કચ્છમાં નર્મદા નહેરના પાણીથી કૃષિમાં વૈવિધ્યતા આવી છે. હવે અહીં કેરી, દાડમ અને ડ્રેગન ફ્રૂટ જેવા ફળો આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચી રહ્યા છે. તેમનું ઉલ્લેખ કરતા મોદીએ પર્યટન ક્ષેત્રે પણ ધોરડો ગામ, રણ ઉત્સવ અને માંડવી બીચ જેવા સ્થળોના વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો.

11 વર્ષની યાત્રા પછી પણ એ જ ઊર્જા

પીએમ મોદીએ યાદગાર વાત કહેતાં જણાવ્યું કે તેઓએ 26 મે, 2014 ના રોજ દેશના વડા પ્રધાન તરીકે શપથ લીધી હતી. આજે 11 વર્ષ બાદ પણ દેશ સેવા માટે તેમનું સમર્પણ યથાવત છે અને ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભર્યું છે.

Narendra Modi Kutch Speech

પાકિસ્તાન માટે ચેતવણી અને ખુલ્લો સંદેશ

પીએમ મોદીએ પાકિસ્તાનને લલકાર આપતાં જણાવ્યું કે ભારત હવે આતંકવાદ માટે “ઝીરો ટોલરન્સ” વલણ અપનાવ્યું છે. ચેતવણી છતાં પાકિસ્તાન સુધર્યું નહીં, તેથી ભારતે સેનાને ખુલ્લી છૂટ આપી અને “ઓપરેશન સિંદૂર” અંતર્ગત આતંકવાદી ઠેકાણાઓને ચોકસાઇથી નાશ કર્યા.

તેમણે ઉમેર્યું કે “અમે શત્રુની સરહદ પાર જઈને કોઈ નુકસાન વિના ટાર્ગેટ્સ પર હુમલો કર્યો, જેને કારણે પાકિસ્તાન હચમચી ગયું અને આખરે શાંતિ માટે વિનંતી કરવી પડી.”

માતૃભૂમિ માટે સમર્પિત મહિલાઓ

પ્રધાનમંત્રીએ ખાસ કરીને 1971ના યુદ્ધ દરમિયાન ભુજમાં 72 કલાકમાં રનવે પુનઃનિર્માણ કરનારી બહાદુર મહિલાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે આજે પણ તેઓ ભુજની માતાઓ પાસેથી આશીર્વાદ મેળવી રહ્યાં છે અને તેમને ભેટમાં મળેલો સિંદૂરનો છોડ હવે વડાપ્રધાન નિવાસસ્થાને વાવવામાં આવશે.

વિકાસ, સુરક્ષા અને સંસ્કૃતિના મજબૂત સંકલનથી ભારતના વડા પ્રધાને કચ્છની ધરતી પરથી દુનિયાને બે સ્પષ્ટ સંદેશા આપ્યા: ભારત આતંકના સામે નમતું નહીં અને વિકાસ માટે સમર્પિત રહેતું રહેશે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img