Namo Bharat train schedule 2025: નમો ભારત ટ્રેન હવે કચ્છ-ભુજ માર્ગે બે વધારાના સ્ટેશનો પર રોકશે, મુસાફરો માટે મોટી રાહત
Namo Bharat train schedule 2025: ભુજ અને અમદાવાદ વચ્ચે ચાલી રહેલી નમો ભારત રેપિડ રેલ ટ્રેન હવે વધુ બે સ્ટેશનો પર થોડી વાર રોકાઈ જશે. આ નવી સુવિધા 9 જૂન 2025થી પ્રારંભ થઈ રહી છે. આંબલી રોડ અને સાણંદ સ્ટેશન પર ટ્રેન રોકવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી યાત્રીઓને વધુ સુવિધા મળે.
પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભુજ તરફ જતી ટ્રેન સાંજના 5:45 વાગ્યે આંબલી રોડ સ્ટેશન પર રોકાશે અને 5:50 વાગ્યે રવાના થશે. ત્યારબાદ 5:59 વાગ્યે સાણંદ સ્ટેશન પહોંચશે અને 6:01 વાગ્યે આગળ વધશે.

વાપસી માટે ભુજથી અમદાવાદ જતા ટ્રેન નંબર 94802 સવારે 9:48 વાગ્યે સૌપ્રથમ સાણંદ સ્ટેશન પર રોકાશે, જ્યાં 9:50 વાગ્યે રવાના થશે. ત્યારબાદ આંબલી રોડ પર સવારે 9:59 વાગ્યે રોકાવાનો સમય છે અને 10:01 વાગ્યે ટ્રેન ફરી મુસાફરોને લઈ આગળ વધશે.

આ નવી વ્યવસ્થા સાથે પ્રવાસીઓ માટે મુસાફરી વધુ સુગમ અને આરામદાયક બનશે, ખાસ કરીને કચ્છ-ભુજ પ્રવાસને ધ્યાનમાં રાખીને.



