Mount Abu Mountaineering Training: માઉન્ટ આબુમાં સરકારી ખર્ચે પર્વતારોહણ તાલીમ – જાણો અરજી કરવાની અંતિમ તારીખ
Mount Abu Mountaineering Training: રાજ્ય સરકારની પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ ખાતે સરકારી ખર્ચે ‘પર્વતારોહણ તાલીમ શિબિરો’નું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર 8 થી 13 વર્ષના યુવક-યુવતીઓ માટે હશે, જેમાં એડવેન્ચર તાલીમ આપવામાં આવશે. તાલીમમાં ભાગ લેવા માટે 11 એપ્રિલ 2025 સુધીમાં અરજી કરવી રહેશે.
એડવાન્સ રોક ક્લાઈમ્બિંગ કોર્ષમાં જોડાવા ઈચ્છુક 15 થી 45 વર્ષના ઉમેદવારો માટે 30 એપ્રિલ 2025 અંતિમ તારીખ છે. આ તાલીમમાં સામેલ થવા માટે ઉમેદવારે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા અથવા તેના પેટા કેન્દ્રો દ્વારા બેઝિક ખડક ચઢાણ કોર્ષ પૂર્ણ કરેલો હોવો જોઈએ. આ એડવાન્સ તાલીમ 5 જૂનથી 19 જૂન 2025 સુધી ચાલશે.
અરજી અને જરૂરી દસ્તાવેજો
ઉમેદવારો ગુજરાતના વતની હોવા જોઈએ. અરજીને નામ, સરનામું, મોબાઇલ નંબર, તથા અન્ય વિગતો સાથે મોકલવી જરૂરી છે. ફોર્મ માટે સંસ્થાના ફેસબુક પેજ પરથી નમૂનો ડાઉનલોડ કરી શકાય. અરજી સાથે નીચેના દસ્તાવેજો જોડવા પડશે:
ગુજરાતના વતની હોવાનો પુરાવો
તબીબી પ્રમાણપત્ર
જન્મ તારીખનો પુરાવો
વાલીઓની સંમતિ
અગાઉ પર્વતારોહણ તાલીમ લીધી હોય તો તેનું પ્રમાણપત્ર
અરજીમાં તાલીમના કોર્ષનું નામ સ્પષ્ટ રીતે લખવું જરૂરી છે. અધૂરી અથવા મર્યાદા બાદ મળતી અરજીઓ પર વિચારણા નહીં કરવામાં આવે.
સરકારી સુવિધાઓ અને અન્ય માહિતી
પસંદગી પામેલા ઉમેદવારો માટે ભોજન, નિવાસ અને તાલીમની તમામ સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે. વતનથી માઉન્ટ આબુ જવા અને પરત ફરવા માટે એસ.ટી. બસ અને રેલ્વેના સેકન્ડ ક્લાસ ભાડાનું વળતર પણ મળશે.
કેમ અને ક્યાં અરજી કરવી?
જોડાવા ઈચ્છુક ઉમેદવારોને સંપૂર્ણપણે ભરેલું અરજી પત્રક નીચેના સરનામે મોકલવું પડશે:
આચાર્ય, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ, પિનકોડ – 307501
પસંદગી થયેલા ઉમેદવારોને જરૂરી માહિતી ઈ-મેઈલ અથવા ફોન દ્વારા આપવામાં આવશે. વધુ વિગતો માટે ઓફિસ સમયે સંસ્થાના સંપર્ક નંબર 63778 90298 પર સંપર્ક કરી શકાય.