Morbi Development Projects: મોરબીમાં ₹1000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ: CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત
Morbi Development Projects: મોરબી જિલ્લામાં વિકાસને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 26મી તારીખે બુધવારે બપોરે 2:00 કલાકે રવાપર ગામે રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે.
આ પ્રસંગે મોરબી શહેર અને જિલ્લાના કુલ ₹1000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ આયોજનને સફળ બનાવવા માટે ભાજપના સંગઠન દ્વારા વિવિધ મંડળોના સક્રિય સભ્યો સાથે બેઠક યોજાઈ રહી છે.
મોટી સંખ્યામાં લોકોના ઉપસ્થિત રહેવા માટે ભાજપની વિવિધ ટીમો કાર્યરત છે. બીજી તરફ, કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર પણ કાર્યક્રમની સફળતા માટે તમામ જરૂરી તૈયારીઓ કરી રહ્યું છે. મોરબી અને આસપાસના વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં હાજરી આપશે તેવી અપેક્ષા છે.