3.3 C
London
Friday, November 21, 2025

Modasa iconic bus port inauguration: મોડાસા માટે વિકાસની નવી શરુઆત: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ₹282.78 કરોડના કાર્યોનો શુભારંભ કરશે

Modasa iconic bus port inauguration: મોડાસા માટે વિકાસની નવી શરુઆત: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ₹282.78 કરોડના કાર્યોનો શુભારંભ કરશે

Modasa iconic bus port inauguration:  ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની મુલાકાતે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ₹282.78 કરોડના વિવિધ વિકાસ કામોનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.

પ્રવાસની શરૂઆત સવારે 10:50 કલાકે સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે હેલિપેડ પર આગમનથી થશે. મુખ્ય પ્રોજેક્ટ તરીકે તેમણે નવા બસ સ્ટેન્ડ અને આઇકોનિક બસપોર્ટનું ઉદ્ઘાટન કરવાનું છે, જેનો ખર્ચ અનુક્રમે ₹115 કરોડ અને ₹75 કરોડ થયો છે. આ આધુનિક બસપોર્ટમાંથી કુલ 662 રૂટ સેવા આપશે.

આ ઉપરાંત, મુખ્યમંત્રી ભિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સાંસદ કાર્યાલય અને સમરસ હોસ્ટેલના લોકાર્પણ સમારોહમાં પણ શામેલ થવાના છે. તેઓ એક સમૂહલગ્ન કાર્યક્રમમાં દિવ્યાંગ દંપતિઓ માટે આશીર્વાદ આપવા હાજર રહેશે.

Modasa iconic bus port inauguration:

બપોરે સ્થાનિક નગરપાલિકા પ્રમુખના ઘરે ભોજન કર્યા પછી, આકૃન્દ લાયબ્રેરીની મુલાકાત લીધી જશે. ત્યારબાદ તેઓ બાયડના અલવા હેલિપેડથી ગાંધીનગર માટે રવાના થશે. આ પ્રવાસ દ્વારા અરવલ્લી જિલ્લામાં વિકાસના નવા દ્વાર ખુલશે એવી આશા સેવાઈ રહી છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img