Khilkhilat Vaccination Campaign : મહીસાગર જિલ્લામાં ‘ખિલખિલાટ’ રસીકરણ અભિયાન: 9 મહિનાથી 5 વર્ષ સુધીના બાળકો માટે વિશેષ વ્યવસ્થા
Khilkhilat Vaccination Campaign : મહીસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા બે દિવસીય વિશેષ રસીકરણ અભિયાન યોજાયું, જેમાં 9 મહિનાથી 5 વર્ષ સુધીના બાળકો માટે મિઝલ્સ-રૂબેલા (MR) રસી આપવામાં આવી. 15 અને 16 માર્ચ દરમિયાન આ અભિયાનના ભાગરૂપે જિલ્લાના આરોગ્ય કેન્દ્રો અને અર્બન હેલ્થ કેર સેન્ટર્સ પર રસીકરણની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી.
બાળકોના આરોગ્ય માટે રાજ્ય સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ

આ અભિયાન રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ‘ખિલખિલાટ રસીકરણ અભિયાન’ હેઠળ યોજાયું, જેનો હેતુ બાળકોના આરોગ્યનું સંરક્ષણ અને વિકાસ સુનિશ્ચિત કરવો છે.
વંચિત બાળકો માટે વિશેષ પ્રયાસ

જિલ્લા આરોગ્ય વિભાગે ઓરી (મિઝલ્સ) અને રૂબેલા રસી વગર રહેેલા બાળકોની યાદી તૈયાર કરી, જેથી કોઈપણ બાળક રસીથી વંચિત ન રહી જાય. વિશેષ મમતા દિવસ સેશન દ્વારા આ બાળકોને રસી આપી, તેમને સુરક્ષિત આરોગ્ય માટે પ્રોત્સાહિત કરાયા.



