Kadi by-election candidates 2025: AAP ના જગદીશ ચાવડા અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ડો. ગિરીશ કાપડિયા તરીકે નામ જાહેર
Kadi by-election candidates 2025: 19 જૂન, 2025ના રોજ કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે અને 23 જૂનના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત વિવિધ પક્ષોએ પોતપોતાની તૈયારી શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી અને શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા તેમના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું કે કડી વિધાનસભા માટે તેમના ઉમેદવાર જગદીશ ચાવડા રહેશે. જગદીશ ચાવડા કડીના ખાવળ ગામના રહેવાસી અને આદમી પાર્ટીના અનુસૂચિત જાતિ વિભાગના પ્રદેશ અધ્યક્ષ છે. તેઓ સામાજિક ન્યાય અને લોકોને અધિકાર આપવા માટે ઘણા વર્ષોથી કાર્યરત છે અને દલિત, વિદ્યાર્થી અને ખેડૂતો માટેના અનેક આંદોલનોમાં તેમની પહેલ રહી છે.

તે જ સમયે, શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા ડો. ગિરીશ કાપડિયાને કડી વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ડો. કાપડિયા જાસલપુરના વતની અને હાલ મોટેરા, અમદાવાદમાં રહેતા MBBS તેમજ MDDGO (સ્ત્રીરોગ નિષ્ણાત) તબીબ છે. તેમણે ૩૦ વર્ષથી વધુ સમય AMCમાં સેવા આપી છે અને હાલ સામાજિક ક્ષેત્રમાં પણ તેઓ પ્રવૃત્ત છે. તેઓ અગાઉ કોંગ્રેસમાં પણ વિવિધ જવાબદારીઓ ભજવી ચૂક્યા છે અને હવે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સક્રિય સભ્ય તરીકે તેમની કામગીરી આગળ વધારી રહ્યા છે.



