2.3 C
London
Saturday, November 22, 2025

IPL 2025: અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવા રાત્રે 12:30 સુધી ઉપલબ્ધ, ખાસ પેપર ટિકિટની વ્યવસ્થા

IPL 2025: અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવા રાત્રે 12:30 સુધી ઉપલબ્ધ, ખાસ પેપર ટિકિટની વ્યવસ્થા

IPL 2025: IPL 2025ની મેચો માટે અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)એ ખાસ તૈયારીઓ કરી છે. 25 માર્ચથી 18 મે, 2025 દરમિયાન શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની કેટલીક મહત્વપૂર્ણ મેચો યોજાનાર છે. આ મેચો દરમ્યાન ટ્રાફિકની સમસ્યા ન થાય, એ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

IPL મેચ માટે મેટ્રો ટ્રેનનો વિશેષ સમય

IPL 2025 દરમિયાન કેટલીક મેચો ડે-નાઈટ રમાશે. આ મહત્ત્વની મેચોને ધ્યાનમાં રાખીને, GMRCએ મેટ્રો ટ્રેનની સેવા સવારના 6:20 વાગ્યાથી રાત્રે 12:30 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. હાલ મેટ્રો ટ્રેન રાત્રે 10:00 વાગ્યા સુધી કાર્યરત હોય છે, પરંતુ IPL મેચના દિવસે મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મુસાફરોને મેટ્રો દ્વારા APMC, થલતેજ ગામ અને વસ્ત્રાલ ગામ સુધી જવાની સગવડ મળશે.

IPL માટે ખાસ પેપર ટિકિટ

ક્રિકેટ પ્રશંસકો માટે GMRC દ્વારા સ્પેશિયલ પેપર ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની કિંમત પ્રતિ મુસાફર 50 રૂપિયા રાખવામાં આવી છે. રાત્રિના 10:00 વાગ્યા સુધી સામાન્ય ભાડું લેવાશે, જ્યારે 10:00 વાગ્યા બાદ મોટેરા અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ માટે માત્ર પેપર ટિકિટ માન્ય રહેશે.

ક્યાંથી ખરીદી શકાશે પેપર ટિકિટ?

મેચના દિવસે ટિકિટ લેવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવું ન પડે, તે માટે પેપર ટિકિટની અગ્રિમ ખરીદીની સુવિધા ઉપલબ્ધ છે. મુસાફરો સાબરમતી, મોટેરા, રાણીપ, એપેરલ પાર્ક, કાલુપુર, નિરાંત ક્રોસ રોડ, ઓલ્ડ હાઈકોર્ટ, વાડજ, જીવરાજ અને થલતેજ મેટ્રો સ્ટેશનથી ટિકિટ મેળવી શકશે.

IPL 2025

મેટ્રો ટ્રેનની સમયસૂચિ

IPL મેચ દરમિયાન દર 8 મિનિટે મેટ્રો ટ્રેન ઉપલબ્ધ રહેશે.

રાત્રે 10:00 બાદ મોટેરા અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી દર 6 મિનિટે ટ્રેન મળશે.

છેલ્લી મેટ્રો ટ્રેન 12:30 વાગ્યે ઉપડશે.

ટ્રાફિક ડાયવર્ઝન અને વૈકલ્પિક માર્ગ

જનપથથી મોટેરા સ્ટેડિયમ સુધીનો માર્ગ વાહનો માટે પ્રતિબંધિત રહેશે.

તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા અને પાવર હાઉસ ચાર રસ્તા થઈને વિકલ્પ રૂપે ઉપયોગ કરી શકાશે.

કૃપા રેસીડેન્સીથી શરણ સ્ટેટ્સ, ભાટ-કોટેશ્વર રોડ અને એપોલો સર્કલ તરફ ટ્રાફિકને મોકલવામાં આવશે.

IPL 2025ના અમદવાદમાં રમાનાર મેચો

25 માર્ચ: ગુજરાત ટાઈટન્સ vs. પંજાબ કિંગ્સ

29 માર્ચ: ગુજરાત ટાઈટન્સ vs. મુંબઈ ઈન્ડિયન્સ

09 એપ્રિલ: ગુજરાત ટાઈટન્સ vs. રાજસ્થાન રોયલ્સ

19 એપ્રિલ: ગુજરાત ટાઈટન્સ vs. દિલ્હી કેપિટલ્સ

02 મે: ગુજરાત ટાઈટન્સ vs. સનરાઈઝર્સ હૈદરાબાદ

14 મે: ગુજરાત ટાઈટન્સ vs. લખનઉ સુપર જાયન્ટ્સ

18 મે: ગુજરાત ટાઈટન્સ vs. ચેન્નઈ સુપર કિંગ્સ

IPL 2025માં અમદાવાદના ફેન્સ માટે મેટ્રો ટ્રેનની વિશેષ સુવિધાઓ સાથે મેચની મજા માણવી વધુ સરળ બનશે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img