International Women’s Day : “નારી તું ના હારી”: મહિલા દિવસ પર રાપર તાલુકાના તમામ પોલીસ મથકોમાં નારી શક્તિનું નેતૃત્વ
International Women’s Day : આજે આઠમી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, નારી તું ના હારી એ સાર્થક કરી બતાવવા માટે આજે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાપર પોલીસ દ્વારા આજે તમામ ફરજ પોલીસ મથકમાં મહિલાઓ બજાવશે જેમા રાપર પીઆઇ જે.બી.બુબડીયાના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રંજનબેન મુલીયાણાએ પીએસઓ તરીકે ફરજ બજાવી હતી.
તો અન્ય મહિલા કર્મચારીઓ ઉર્વશી સોલંકી, હેતલ ધોળકિયા, ગીતાબેન ચૌધરી, સાજમીન સિરેશીયા, જાગૃતિ ગામોટ સહિતની મહિલા કર્મચારીઓએ આજે પોલીસ મથકની તમામ કામગીરી પૂર્ણ કરી હતી. આ સમયે પીઆઈ જે.બી.બુબડીયા, પીએસઆઇ વી.એસ સોલંકી, પી.એલ.ફણેજા, પીએસઆઇ એચ.વી.કાતરીયા, અશોકભાઈ યાદવ, બાબુભાઈ કાલોત્રા, મુકેશસિંહ રાઠોડ, કિરણ બારોટ, નરેશ ઠાકોર, મહેશ પટેલ અને સામજી આહિર વગેરે સાથે જોડાયેલા હતા.
ગાગોદર તથા ખડીર પોલીસ મથકે પણ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગાગોદર પોલીસ મથકે પીઆઈ વી.એ.સેગલના માર્ગદર્શન હેઠળ ઇગુજકોપના મહિલા પો.કોન્સ. ઇન્દુબેન માલી દ્વારા egujcop ની સારી કામગીરીના લીધે ગાગોદર પોસ્ટેનો ઓનલાઈન એન્ટ્રીમાં જિલ્લામાં 11 ક્રમેથી આગળ 5 ક્રમે આવેલ તેમજ મહિલા પો.કોન્સ આશાબેન અને વર્ષાબેનની SPCની ટ્રેનિંગ સ્કુલના વિદ્યાર્થીની ઓમા પોલીસ પ્રતેની નજર દિશા તરફ પ્રેરણા કરાવે છે.
વર્ષાબેન તથા અન્ય મહિલા કર્મચારીઓ ફરજ બજાવી હતી તેમજ ત્રણેય મહિલા પો.કોન્સના લીધે સિનિયર સિટીજનની વારંવાર મુલાકાત લેવી, મહિલાઓને સાત્વના કેન્દ્રમાં સાંભળવાની કુનેહના લીધે ઘણી મહિલાઓના ઘર વિખારતા બચાવેલ છે. તેમજ પોલીસ દ્વારા કોઈ જુગારી કે બુટલગરના ઘર પર રેડ કરવાની હોઈ ત્યારે અને ટ્રાફિક કામગીરીમાં પણ પુરુષ સમોવડી બને છે. તો ખડીર પોલીસ સ્ટેશનમાં પણ ફરજ બજાવી રહેલ મહિલા કર્મચારીઓની કામગીરી અંગે પીઆઈ એમ.એન.દવે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આજે તમામ પોલીસ મથકોએ પોલીસ કર્મચારીઓ દ્વારા મહિલા કર્મચારીઓનું મીઠાઈ સાથે શુભેચ્છા પાઠવી અભિવાદન કર્યું હતું.



