Indian Army Agniveer Recruitment 2025: અગ્નિવીર ભરતી 2025: ઓનલાઇન અરજી માટે અંતિમ તારીખ, પ્રક્રિયા અને મહત્વપૂર્ણ વિગતો
Indian Army Agniveer Recruitment 2025: ભારતીય સેનામાં અગ્નિવીર ભરતી 2025-26 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ છે. લાયક ઉમેદવારો માટે 10 એપ્રિલ 2025 સુધી અરજી કરવાની તક છે. રસ ધરાવતા ઉમેદવારો www.joinindianarmy.nic.in વેબસાઇટ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરી શકે છે.
આ ભરતી કઈ પોસ્ટ માટે હશે?
આ ભરતી નીચેના પદો માટે કરવામાં આવશે:
અગ્નિવીર જનરલ ડ્યુટી
અગ્નિવીર ટેકનિકલ
અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ
અગ્નિવીર ટ્રેડ્સમેન (10મું પાસ)
અગ્નિવીર ટ્રેડ્સમેન (8મું પાસ)
કયા વિસ્તારોના ઉમેદવારો અરજી કરી શકશે?
ગુજરાતના 20 જિલ્લાઓ ઉપરાંત બે કેન્દ્રશાસિત પ્રદેશોના ઉમેદવારો માટે આ ભરતી યોજાશે. અમદાવાદ જિલ્લો પણ આ ભરતી પ્રક્રિયામાં સામેલ છે.

ભરતી પ્રક્રિયા કેવી હશે?
અગ્નિવીર ભરતી બે તબક્કામાં સંપન્ન થશે:
પ્રથમ તબક્કો:
ઓનલાઈન કમ્પ્યુટર આધારિત લેખિત પરીક્ષા
આ પરીક્ષા જૂન 2025માં યોજાશે.
બીજો તબક્કો:
શારીરિક કસોટી
દસ્તાવેજ ચકાસણી
તબીબી પરીક્ષણ
કેવી રીતે અરજી કરશો?
સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in પર જાઓ.
નવું રજીસ્ટ્રેશન કરો અને લોગિન કરો.
લાગતા દસ્તાવેજ અપલોડ કરો.
ફી ચૂકવી ફોર્મ સબમિટ કરો.
મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: 10 એપ્રિલ 2025
લેખિત પરીક્ષા: જૂન 2025
અગ્નિવીર ભરતી 2025: યુવાનો માટે સોનેરી તક
અગ્નિવીર યોજના ભારતીય યુવાનો માટે સશસ્ત્ર દળોમાં જોડાવા અને દેશસેવા કરવાની મોટી તક છે. લાયક ઉમેદવારો આ તકનો લાભ લે અને સમયસર અરજી કરે!



