0.9 C
London
Saturday, November 22, 2025

illegal immigration : બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મેઘા ઓપરેશન: 550થી વધુ શંકાસ્પદ પાસપોર્ટ જપ્ત

illegal immigration : બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મેઘા ઓપરેશન: 550થી વધુ શંકાસ્પદ પાસપોર્ટ જપ્ત

illegal immigration : અમદાવાદમાં ગેરકાયદે વસવાટ કરી રહેલા 890 બાંગ્લાદેશીઓને પકડવા માટે શનિવારે વિશાળ પાવર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ચંડોળા તળાવની આસપાસ રહેલા અનેક શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી. આ લોકોમાંથી 100થી વધુ લોકોને તેમનાં પાસેથી કોઈ દસ્તાવેજ ન મળતાં બોગસ ઘૂસણખોરીની કબુલાત પર, તેમને ડીપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ ઓપરેશન દરમિયાન, 550થી વધુ શંકાસ્પદ પાસપોર્ટ પણ મળી આવ્યા, જેની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. આ પાસપોર્ટો સાથે જોડાયેલા કોઈ એજન્ટોની ઓળખ કરવામાં આવી છે, જેમણે ખોટા દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવવાના કૃત્યમાં હિસ્સો લીધો છે. આ એજન્ટો દ્વારા બનાવવામાં આવેલા બોગસ આધાર કાર્ડ અને પાનકાર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે, અને જો ખોટા દસ્તાવેજ બનાવવાનો ગુનો લાગતો હોય, તો તે અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

illegal immigration

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, બાંગ્લાદેશીઓમાં કેટલાક એવા પણ શંકાસ્પદ વ્યક્તિઓ હતાં, જેમણે અગાઉ ડીપોર્ટ થવા છતાં ફરીથી કોઈક માર્ગોથી દેશમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે, તે તમામ વ્યક્તિઓ માટે ચોકસાઈથી તપાસ કરવામાં આવી રહી છે કે જેમણે ખોટા દસ્તાવેજોના આધારે વિદેશ મુસાફરી કરી હોય.

ઉપરાંત, શનિવારે સવારે 2:15 વાગ્યે, અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેનના ચેકિંગ દરમિયાન 5 બાંગ્લાદેશી માળ્યા હતા. જેમણે કચરો વિણવાનું કામ કરવું અને એક વ્યક્તિએ સુરતમાં ભીખ માંગી રહ્યાં હોવાનું સ્વીકાર્યું હતું.

illegal immigration

પોલીસ તપાસ દ્વારા હવે એજન્ટો, દસ્તાવેજોની ખોટી બનાવટ અને અન્ય સંદર્ભો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહી છે, જે તે સમયે દેશના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે પ્રવેશ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img