6.6 C
London
Monday, November 24, 2025

IIFT GIFT City Gujarat : હવે GIFT Cityમાં પણ મળશે IIFT – ગુજરાતના વિદ્યાર્થીઓ માટે નવી તક!

IIFT GIFT City Gujarat : હવે GIFT Cityમાં પણ મળશે IIFT – ગુજરાતના વિદ્યાર્થીઓ માટે નવી તક!

IIFT GIFT City Gujarat: કેન્દ્ર સરકારે નવી દિલ્હીમાં આવેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (IIFT) નું ઓફ-કેમ્પસ કેન્દ્ર હવે ગાંધીનગર સ્થિત GIFT સિટીમાં શરૂ કરવાની મંજૂરી આપી છે…. આ નિર્ણય યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ની ભલામણના આધારે લેવાયો છે.

શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવી શાખા GIFT ટાવર 2ના 16મા અને 17મા માળ પર સ્થાપાશે…… IIFTનું આ નવું સેન્ટર “ઈન્સ્ટિટ્યુશન્સ ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીઝ” માટે 2023માં જારી થયેલા નિયમો અનુસાર સ્થાપવામાં આવશે.

શા માટે છે આ પગલું મહત્વપૂર્ણ?

આ નવી શાખાની સ્થાપનાથી ગુણવત્તાવાળું અને બહુવિધ ક્ષેત્રો પર આધારિત ઉચ્ચ શિક્ષણ વધુ વિસ્તૃત થશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના લક્ષ્ય મુજબ, આ પ્રકારની શાખાઓ દેશભરમાં ઊચ્ચ શિક્ષણ માટે સમાનતા અને પહોચ વધારવાનું કામ કરશે.

IIFT GIFT City Gujarat

IIFT વિશે થોડી માહિતી:

IIFTની સ્થાપના વર્ષ 1963માં થઈ હતી અને વર્ષ 2002માં તેને ડીમ્ડ યુનિવર્સિટીની માન્યતા મળી હતી. વિદેશી વેપાર અને આંતરરાષ્ટ્રીય વ્યવહારોના ક્ષેત્રમાં તે દેશની અગ્રણી સંસ્થાઓમાંની એક છે. આ સંસ્થાને NAAC દ્વારા ‘A’ ગ્રેડ આપવામાં આવ્યો છે.

નવું સેન્ટર શરૂ કરવા માટે આ શરતો લાગુ પડશે?

આ સેન્ટર શરૂ કરવા માટે IIFTને નીચે મુજબની કેટલીક શરતો ત્રણ વર્ષની અંદર પૂર્ણ કરવી પડશે:

1000થી વધુ વિદ્યાર્થીઓ માટે બહુવિભાગીય શિક્ષણ સાથેનું આયોજન રજૂ કરવું.

ઓછામાં ઓછા 50 પ્રાધ્યાપકો સાથે ઉચ્ચ અભ્યાસક્રમો શરૂ કરવો.

કાયમી કેમ્પસ માટે જમીન અને બાંધકામની વ્યવસ્થા કરવી.

GIFT સિટીમાં IIFTના નવા કેન્દ્રથી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે વિદેશી વેપાર ક્ષેત્રે અભ્યાસ અને કારકિર્દી માટે નવી દિશાઓ ખૂલી જશે. રાજ્યમાં ઉચ્ચ શિક્ષણનું નકશો પણ બદલાશે અને ગાંધીનગર વૈશ્વિક શિક્ષણ હબ તરફ આગળ વધી રહ્યો છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img