Honey Singh Ahmedabad Concert: હની સિંહના કોન્સર્ટમાં ઇ-સિગારેટનો મુદ્દો ઉઠ્યો, 22 મોબાઈલ ચોરી
Honey Singh Ahmedabad Concert: બોલીવૂડ રેપર હની સિંહના 15 માર્ચ 2025ના મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ સામે આવી છે. પ્રેક્ષકો દ્વારા પ્રતિબંધિત ઇ-સિગારેટ ફૂંકવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ સિવાય, કોન્સર્ટ દરમિયાન 22 પ્રેક્ષકોના મોબાઈલ ફોન ચોરી થઈ હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.
ફેન્સ સાથે હની સિંહની રમૂજભરી ટિપ્પણી
કોન્સર્ટ દરમિયાન હની સિંહે પ્રેક્ષકો સાથે એક સોંગ ગવડાવ્યું, જે દરમિયાન એક વર્ડને લઈને તેણે કહ્યું,”ગા તુમ દેતે હો ઓર કોર્ટ કચેરી હમ આર્ટિસ્ટ કો જાના પડતા હે, બહુત બૂરે બચ્ચે હો તુમ, ઓબ્વિયસલી તભી તો હની સિંગ કા કોન્સર્ટ દેખને આયે હો. નહીં તો ધર્મ કે પ્રોગ્રામ સુન રહે હોતે!”તેમણે આ ટિપ્પણી રમૂજભરી ભાષામાં કરી હતી, જેની સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે.
22 મોબાઈલ ચોરી, ઈ-સિગારેટ મુદ્દે તપાસ શરૂ
અમદાવાદના રીંગ રોડ પર આવેલી સવર્ણ પાર્ટી લોનમાં આયોજિત આ કોન્સર્ટ સાંજે 7 થી 11 વાગ્યા સુધી ચાલ્યું. કોન્સર્ટ પછી 22 પ્રેક્ષકોના મોબાઈલ ફોન ગુમ થયાની ફરિયાદો મળતા સરખેજ પોલીસએ શિકાયત નોંધી તપાસ શરૂ કરી છે. સાથે વાયરલ થયેલા ઇ-સિગારેટના વીડિયો અંગે સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે.

પોલીસની પ્રતિક્રિયા
ઝોન-7 ડીસીપી શિવમ વર્માના જણાવ્યા અનુસાર, મોબાઈલ ચોરી અંગેની તમામ ફરિયાદ ઓનલાઈન નોંધાઈ છે અને વિડિયો ફૂટેજના આધારે ઇ-સિગારેટ મામલે પણ તપાસ ચાલી રહી છે.
ઈ-સિગારેટ શું છે?
ઈ-સિગારેટ (Electronic Cigarette) એ બેટરીથી ચાલતું એક વેપોરાઈઝર છે, જેમાં તમાકુનો પ્રયોગ થતો નથી, પણ તેમાં નિકોટીન હોય છે. નિકોટીનવાળી આ ડિવાઈસનો ઉપયોગ તબીબોએ હાનિકારક ગણાવ્યો છે, અને ભારતમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ છે.
આ મામલો હની સિંહના કોન્સર્ટ બાદ વિવાદનો વિષય બની ગયો છે, અને પોલીસ તપાસના પરિણામો માટે લોકો રાહ જોઈ રહ્યા છે.



