Holika Dahan In Ahmedabad : હોળી દહન માટે AMCનો મહત્વનો નિર્ણય, મફતમાં મળશે આ ખાસ સવલતો!
Holika Dahan In Ahmedabad : હોળીનો પાવન તહેવાર નજીક આવી રહ્યો છે, અને તે સાથે જ હોલીકા દહનની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. તહેવારના ભાગરૂપે શેરીમોળે હોળી પ્રગટાવવાની પરંપરા છે, પરંતુ ઘણી વાર રોડ પર ખાડા ખોદીને હોળી દહન કરવાથી રસ્તાઓને નુકસાન પહોંચે છે. આથી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ મહત્વનો નિર્ણય લીધો છે.
AMCએ નિર્ણય કર્યો છે કે શહેરના તમામ વોર્ડ અને ઝોનમાં હોલીકા દહન માટે ઈંટ અને રેતી વિનામૂલ્યે પુરી પાડવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ લોકો રોડ પર ખાડા ન ખોદે અને સપાટ માટી પર જ હોલીકા દહન કરી શકે તે છે.
AMC દ્વારા ઉપલબ્ધ થનારી સવલતો
AMCના રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું કે, AMCએ હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને આગોતરી આયોજન કર્યું છે. હોલી દહનને કારણે રસ્તાઓને નુકસાન ન થાય, તે માટે AMC આ વર્ષે દરેક વોર્ડની ઓફિસમાં ઈંટ અને રેતીનો જથ્થો રાખશે. વોર્ડના કોર્પોરેટરોની માગણી અનુસાર આ સામગ્રી સોસાયટીઓને મફતમાં આપવામાં આવશે, જેથી રસ્તાને કોઈ નુકસાન ન થાય.
હોળી દહન અને પંચાંગની માહિતી
હોળી દહન માટે શુભ સમય અને તિથિઓ પણ મહત્વપૂર્ણ હોય છે. આ વર્ષે હોળી દહન 13 માર્ચ 2025ના રોજ યોજાશે.
હોળી દહન શુભ સમય:
બ્રહ્મ મુહૂર્ત: સવારે 4:55 થી 5:44
અભિજીત મુહૂર્ત: બપોરે 12:07 થી 12:54
સંધ્યાકાળ: સાંજે 6:26 થી 6:51
વિજય મુહૂર્ત: બપોરે 2:30 થી 3:18
અમૃત કાલ: 15 માર્ચે સવારે 12:56 થી બપોરે 2:42
નિશિતા કાલ: 15 માર્ચે રાત્રે 12:06 થી સવારે 12:54
અશુભ મુહૂર્ત:
યમગંધ: બપોરે 3:30 થી 5:59
આદલ યોગ: સવારે 6:46 થી 11:42
ગુલિક કાલ: સવારે 8:02 થી 9:31
ગરમી અને તાપમાન અંગે IMDની આગાહી
હોળી બાદ ઉનાળાની ઋતુ શરૂ થશે, અને હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, માર્ચથી મે સુધી તાપમાન સામાન્ય કરતા ઉંચું રહેશે. ખાસ કરીને ઉત્તર ભારત, ગુજરાત, રાજસ્થાન, ઓડિશા અને છત્તીસગઢમાં હીટવેવની અસર જોવા મળશે.
AMC દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયનો હેતુ ફક્ત માર્ગોનું રક્ષણ કરવો નથી, પણ હોલીકા દહનને વધુ સુગમ અને પર્યાવરણમિત્ર બનાવવાનો છે.


