4.5 C
London
Saturday, November 22, 2025

Hitesh Vaghasiya resigns from AAP: AAPમાં આંતરિક તોફાન: હિતેશ વઘાસિયાનું રાજીનામું અને ગોપાલ ઈટાલિયા પર ગંભીર આક્ષેપ

Hitesh Vaghasiya resigns from AAP: AAPમાં આંતરિક તોફાન: હિતેશ વઘાસિયાનું રાજીનામું અને ગોપાલ ઈટાલિયા પર ગંભીર આક્ષેપ

Hitesh Vaghasiya resigns from AAP: વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી હજી શરુ પણ થઈ નથી અને તે પહેલાં જ આમ આદમી પાર્ટીમાં આંતરિક કલહ બહાર આવી છે. પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને જૂનાગઢ લોકસભા વિસ્તારમાંના ઈન્ચાર્જ હિતેશ વઘાસિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દઇને અપક્ષ તરીકે ચૂંટણી લડવાની ઘોષણા કરી છે. સાથે જ તેમણે પાર્ટીના અમુક નેતાઓ વિરુદ્ધ ગંભીર આરોપો પણ લગાવ્યા છે.

હિતેશ વઘાસિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, “મને આશા હતી કે આમ આદમી પાર્ટી વિદ્યાર્થીઓ જેવી નવી પેઢીને અવસર આપશે અને સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોને ટિકિટ મળશે. પરંતુ વિસાવદર વિધાનસભાની 2022ની ચૂંટણીમાં એવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી જેનો ન તો પાર્ટી સાથે નેતૃત્વનો સંપર્ક હતો, ન તો તે સર્વેમાં હતો – અને જે મૂળથી ભાજપ સાથે જોડાયેલો હતો.”

તેમના અનુસાર, “અમે ત્યારે પણ વિરોધ કર્યો હતો કે આ ઉમેદવાર અમારી વિચારધારાથી મેળ ખાતો નથી અને એની વફાદારી શંકાસ્પદ છે. છતાં અમુક લોકો – ખાસ કરીને ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયા જેવા – પોતાની રાજકીય ગણતરી માટે આ પ્રકારના નિર્ણયો લેતા રહ્યાં છે.”

Hitesh Vaghasiya resigns from AAP

હિતેશ વઘાસિયાનો વધુ દાવો છે કે ભૂપત ભાયાણી, જેમણે પહેલા ‘AAP’ના ટિકિટથી ચૂંટણી જીતી હતી અને ત્યારબાદ ભાજપમાં જોડાઈ ગયા, તેઓને ભાજપ તરફ ધકેલવામાં પણ ગોપાલ ઈટાલિયાની સીધી ભૂમિકા હતી.

“ભૂપત ભાયાણીનો ભાજપ તરફ ચળવળ કરવાનો નિર્ણય ગોપાલ ઈટાલિયાની જ રઝણતથી આવ્યો હતો. ત્રીજા દિવસે જ તેમની અંદરથી વફાદારી ઘટી ગઈ હતી, કારણ કે તેણે ખબર હતી કે પક્ષ પાછળ નથી ઊભું રહેલું. ગોપાલે તેમને છાશવારે કહ્યું કે, ‘તું જાય છે તો જા, અમે તને રોકીશું નહીં.’ શું આ છે પાર્ટીની નીતિ?” – એમ વઘાસિયાએ ગૂસ્સા સાથે પૂછ્યું.

Hitesh Vaghasiya resigns from AAP

તેમણે આ પણ જણાવ્યું કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ રાજકીય કૌશલ્યના નામે સ્વાર્થભર્યા નિર્ણયો લઈ રહ્યા છે, અને તેથી આજે પક્ષના સાચા કાર્યકરો હતાશ છે. “અમે એવું જોયું કે શહેરી વિસ્તારોમાં હમણા પણ એક જ જાળમાં લોકો ફસાઈ ગયા છે. દિલ્હીની ટીમના આદેશો અમને સમજ્યા વગર અમલમાં મૂકવામાં આવે છે,” તેમ વઘાસિયાએ તીખા શબ્દોમાં કહ્યું.

હિતેશ વઘાસિયાના રાજીનામા બાદ વિસાવદરની પેટાચૂંટણીમાં ‘AAP’ના ઓર્ગેનાઈઝેશન પર ખોટા અસર થઈ શકે છે. ખાસ કરીને એવા સમયે જ્યારે પાર્ટી ગુજરાતમાં પોતાના પગ મજબૂત કરવા માંગે છે, ત્યારે આંતરિક વિખવાદ અને આરોપોની લહેર પાર્ટીની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img