0.4 C
London
Thursday, November 20, 2025

Harsh Sanghvi statement: કર્ણાટક સરકારના નિર્ણય પર હર્ષ સંઘવીનો આક્રમક પ્રહાર: ‘ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની માનસિકતા સ્પષ્ટ’

Harsh Sanghvi statement: કર્ણાટક સરકારના નિર્ણય પર હર્ષ સંઘવીનો આક્રમક પ્રહાર: ‘ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની માનસિકતા સ્પષ્ટ’

Harsh Sanghvi statement: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયની કટાક્ષ કરી છે. તેમણે જણાવ્યું કે, “જે રીતે કર્ણાટક વિધાનસભામાં વિધેયક પસાર થયું છે, તે કોંગ્રેસની વલણ અને માનસિકતા પ્રદર્શિત કરે છે. આ નિર્ણય દેશના ઇતિહાસમાં પ્રથમવાર થયો છે, જેમાં એક સમુદાયને ફાયદો પહોંચાડવા માટે અન્ય સમુદાયને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.”

કાયદો-વ્યવસ્થાના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર

હર્ષ સંઘવીએ વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાના કાયદા-વ્યવસ્થાને લઈને ઉઠાવેલા પ્રશ્નો પર પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે અમિત ચાવડા વિધાનસભામાં લાંબા ભાષણો આપે છે અને પછી કેટલીક વિગતો  અવગણી દે છે. “ગેરકાયદે બાંધકામ તોડવામાં આવે ત્યારે કોંગ્રેસ નેતાઓ દુઃખ વ્યક્ત કરે છે, જે સાબિત કરે છે કે તેઓ ગુનેગારોને રક્ષણ આપી રહ્યા છે,” એમ તેમણે ઉમેર્યું.

Harsh Sanghvi statement

સુરતમાં ગુનાની સ્થિતિ અને પોલીસે લેવામાં આવેલા પગલાં

હર્ષ સંઘવીએ સુરત શહેરના ગુનાસંક્યા વિશે વાત કરતા કહ્યું કે, એનસીઆરબીના ડેટા મુજબ સુરતમાં એક લાખ જનસંખ્યા સામે 215 કેસ નોંધાયેલા છે, જે દિલ્હીની 1,832, કેરળની 626, બંગલુરુની 337, મુંબઈની 376 અને હૈદરાબાદની 266ની તુલનામાં ઘણાં ઓછા છે. સુરતમાં મોટા ભાગના કેસ આર્થિક છેતરપિંડી અને વેપાર સંબંધિત છે.

તેમણે વધુમાં કહ્યું કે, “ગુજરાત એક માત્ર રાજ્ય છે, જ્યાં ગુનાની ઘટનાઓ સામે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે છે. પોલીસ કલાકો અંદર ગુનેગારોને પકડે છે અને કડક કાર્યવાહી કરે છે. જ્યાં જરૂર પડશે ત્યાં પ્રિવેન્શન એક્શન પણ લેવામાં આવશે.”

પોલીસમાં ભ્રષ્ટાચાર સામે કડક વલણ

હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “જો કોઈ પોલીસ કર્મચારી ગુનેગારો સાથે સંડોવાયેલો હશે, તો તે નોકરીથી હાથ ધોવી પડશે. ગુનેગારો સામે ગુજરાત પોલીસ જે ભાષા તેઓ સમજે તે ભાષામાં જ જવાબ આપશે.”

આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર છે અને કોંગ્રેસના આરોપોને નિષ્ફળ સાબિત કરવા માટે સંપૂર્ણ તૈયારીમાં છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img