Harni boat accident: હરણી બોટ દુર્ઘટના કેસમાં કોર્ટે 15 આરોપીઓને ઝટકો આપ્યો, ડિસ્ચાર્જ અરજી નામંજૂર
Harni boat accident: વડોદરા શહેરમાં વર્ષ 2024ના જાન્યુઆરીમાં બનેલી ચર્ચાસ્પદ હરણી બોટ દુર્ઘટના મામલે હવે મહત્ત્વપૂર્ણ ન્યાયિક વલણ જોવા મળ્યું છે. કોર્ટે આ કેસમાં સંડોવાયેલા 15 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી છે. આરોપીઓએ કોર્ટમાં દલીલ કરી હતી કે દુર્ઘટનામાં તેમની કોઈ સીધી ભૂમિકા નહોતી અને તેઓ નિર્દોષ છે. છતાં કોર્ટ દ્વારા આ દલીલો સ્વીકારવામાં આવી નથી.
હકીકતમાં, આરોપીઓએ કેસની નાણાકીય ભાગીદારીનું ઉલ્લેખ કરીને પોતાને જવાબદારીથી મુક્ત રાખવાની માંગ કરી હતી. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું કે જે લોકો નફામાં ભાગીદાર છે, તેઓને નુકસાનની જવાબદારી પણ વહન કરવી પડે.

અહિયાં ઉલ્લેખનીય છે કે 18 જાન્યુઆરી, 2024ના રોજ બનેલી દુર્ઘટનામાં શાળાના વિદ્યાર્થીઓના કરુણ મોત થયા હતા, જેને લઈને સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હવે, આ મામલામાં આગામી કાયદાકીય કાર્યવાહી વધુ ગંભીર દિશામાં આગળ વધી શકે છે.



