1.4 C
London
Thursday, November 20, 2025

Gujarati actress at Cannes Film Festival: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફરી એકવાર ઝલક્યું ગુજરાતી ટેલેન્ટ: કોમલ ઠક્કર ત્રીજી વાર રેડ કાર્પેટ પર પહોંચી

Gujarati actress at Cannes Film Festival: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફરી એકવાર ઝલક્યું ગુજરાતી ટેલેન્ટ: કોમલ ઠક્કર ત્રીજી વાર રેડ કાર્પેટ પર પહોંચી

Gujarati actress at Cannes Film Festival: કચ્છની ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે સતત ત્રીજી વખત વિશ્વપ્રસિદ્ધ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શાનદાર દેખાવ કર્યો છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરતી આ પ્રતિભાશાળી એક્ટ્રેસે વિશ્વ મંચ પર ગુજરાતનું નામ ઊંચું કર્યુ છે અને પોતાની ટ્રેલબ્લેઝિંગ સ્થિતિને મજબૂત બનાવ્યું છે.

આ વર્ષે કોમલ બ્લૂ કલરના સોલ્ડર વેસ્ટર્ન ગાઉનમાં રેડ કાર્પેટ પર આવી હતી, જેનું ડિઝાઇન દુબઈના જાણીતા ડિઝાઇનરે કર્યું હતું. તેની આ લુકને લોકોએ ખુબ જ પસંદ કર્યું.

કોમલે 2022 અને 2023માં પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો અને આ સાથે તે ગુજરાતની પ્રથમ એક્ટ્રેસ બની, જેણે આ મહત્ત્વના ફેસ્ટિવલમાં હાજરી આપી. આ સતત હાજરીએ તેને ગુજરાતી ફિલ્મ જગતની ઓળખ બનાવી દીધી છે.

Gujarati actress at Cannes Film Festival

મૂળ કચ્છની રહેવાસી કોમલ ઠક્કરે 2004માં મિસ કચ્છનો ખિતાબ જીત્યો હતો. 2011માં ગુજરાતી ફિલ્મ “હૈયાના હેત જન્મો જનમના”થી પોતાનો અભિનય સફર શરૂ કરી અને ત્યારપછી “મહીસાગરના સોગંદ”, “સહિયરની ચૂંદડી”, “ભડનો દીકરો”, “રજવાડી બાપુને રંગ છે”, “રઘુવંશી”, “મારા ટોડલે બેઠો મોર ક્યાં બોલે” અને “સાવજ” જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કરીને લોકોના દિલ જીતી લીધા .

Gujarati actress at Cannes Film Festival

કાન્સ રેડ કાર્પેટ પર વોક કરતી તે પહેલી ગુજરાતી એક્ટ્રેસ બની છે, જે ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતી મોટી સનમુખ ફોરમ પર ગુજરાતનું નામ ગૂંજતું કર્યું છે. આ તક કોમલને મળવી એ ખૂબ જ વિશેષ છે અને તેના દ્વારા ગુજરાતનું નામ આખા વિશ્વમાં પહોંચ્યું છે.

કાન્સ માં તેની આ ભવ્ય હાજરી અને શૈલીથી ફરી એકવાર ગુજરાતનું ગૌરવ વધ્યું છે અને તે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે મોટી પ્રેરણા બની છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img