Gujarat Vidhansabha Rangotsav Celebration: ગુજરાત વિધાનસભા પરિસરમાં ધારાસભ્યો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉજવી હોળી
Gujarat Vidhansabha Rangotsav Celebration: ગુજરાત વિધાનસભા પરિસરમાં આજે રંગોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને અન્ય ધારાસભ્યોએ હરિયાળા પ્રાંગણમાં હોળી ઉજવી હતી. આ પ્રસંગે પરંપરાગત આદિવાસી નૃત્યો અને હોળીગીતોની ધૂન વચ્ચે સૌએ એકબીજાને રંગોથી તરબતર કર્યા.
વિધાનસભા ગૃહની બુધવારની બેઠક બાદ મુખ્યમંત્રી અને ધારાસભ્યોએ એકત્રિત થઈને ઉત્સવની મોજ માણી. આદિવાસી કલાકારોના ઘેરૈયા નૃત્યોની રમઝટ વચ્ચે સભ્યોને ઉત્સાહભેર આવકારવામાં આવ્યા.
હરિયાળા પ્રાંગણમાં સંગીતમય માહોલ છવાયો હતો, જ્યાં ધારાસભ્યો અને મંત્રીઓએ ગરબા રમીને ઉત્સવની મજા માણી. પરિસરને રંગબેરંગી ફૂલો અને નયનરમ્ય રંગોળીથી શણગારવામાં આવ્યું હતું. ઉત્સવના અંતમાં સમૂહ ભોજનનો પણ આનંદ ઉઠાવાયો.



