Gujarat Teacher Recruitment: ગુજરાતમાં શિક્ષક સહાયકની ભરતીમાં વધારો: શિક્ષકો માટે ખુશીના સમાચાર!
Gujarat Teacher Recruitment: ગુજરાતના શિક્ષકો માટે હર્ષવંતી સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં શિક્ષક સહાયકની જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો છે.
આ નિર્ણય હેઠળ, 2230 જુના શિક્ષકોને શાળા ફાળવણી અને નિમણૂક હુકમ અપાયા છે. સાથે જ, ખાલી રહેલી 3,178 જગ્યાઓ શિક્ષણ સહાયકથી ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
હાલમાં ચાલી રહેલી શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયામાં કુલ 10,700 જેટલી જગ્યાઓ માટે ભરતી હાથ ધરાશે, જેમાં અગાઉની ખાલી જગ્યાઓનો ઉમેરો કરાયો છે. આ અંગે રાજ્યના કેબિનેટ મંત્રી કુબેર ડીંડોરે માહિતી આપી હતી.