Gujarat rain forecast: સાવધાન ગુજરાત! 7 દિવસ ધોધમાર વરસાદની આગાહી
Gujarat rain forecast: ગુજરાતમાં હવામાનના મિજાજમાં બદલાવની શક્યતાઓ જોવાઈ રહી છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર એકે દાસે જણાવ્યું કે આગામી સાત દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
આગામી દિવસોની આગાહીઓ અનુસાર:
16 મેઃ રાજ્યના 21 જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તેમાં બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે.
17 મે: રાજ્યના 13 જિલ્લાના મુખ્યત્વે દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારો જેમ કે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ-દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે.

18-20 મે: આ ત્રણ દિવસ દરમિયાન પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ઉપરોક્ત જિલ્લાઓ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને રાજકોટમાં પણ વરસાદ વરસી શકે છે.
21 મે: વરસાદની ગતિ વધુ વિસ્તારો સુધી પહોંચે તેવી શક્યતા છે. વડોદરા, ભરુચ, સુરત સહિત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં પણ વરસાદની આગાહી છે.

22 મે: સપ્તાહના અંતે, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં વરસાદ પડવાની શકયતા છે.
હવામાન વિભાગે દરેક દિવસ માટે જુદા-જુદા જિલ્લાઓ માટે પૃથક નકશા પણ બહાર પાડ્યા છે, જેના આધારે ખેડૂતો અને સામાન્ય જનતા પહેલાંથી જ તજવીજ કરી શકે તે માટે રાહતદાયક માહિતી મળી રહી છે.



