0.6 C
London
Saturday, November 22, 2025

Gujarat politics 2025: કોંગ્રેસ-આપ ગઠબંધન તૂટતા AAPમાં ઉથલપાથલ, 100 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

Gujarat politics 2025: કોંગ્રેસ-આપ ગઠબંધન તૂટતા AAPમાં ઉથલપાથલ, 100 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

Gujarat politics 2025: ગુજરાતના રાજકારણમાં મહત્વનો ફેરફાર જોવા મળ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે બનેલું ગઠબંધન તૂટી જતાં હવે રાજકીય સમીકરણો બદલાઈ રહ્યાં છે. કડી અને વિસાવદર બેઠકો પર હવે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઊભો રાખશે તેવું જાહેર કરાયું છે. બીજી તરફ, AAPએ પણ વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર જાહેર કર્યો છે.

આ ગઠબંધન તૂટ્યા બાદ AAPને વધુ એક ઝટકો લાગ્યો છે. અમદાવાદ અને સુરતના લગભગ 100 કાર્યકરોએ AAP છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ તમામ કાર્યકરોને પાર્ટીમાં જોડાવાનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે, “સામાન્ય નાગરિક માટે રાજનીતિમાં સેવા આપવી હોય તો કોંગ્રેસ જ સાચો માર્ગ છે.”

શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું કે, “AAPના યુવાનોનો દુરુપયોગ થઈ રહ્યો હતો અને તેઓ નિરાશ હતા. કોંગ્રેસ ગુજરાતમાં નીતિ આધારિત અને લોકોને લાભકારક રાજકારણ લાવવા પ્રતિબદ્ધ છે.”

વિસાવદર બેઠકની પેટાચૂંટણી માટે મે મહિનામાં ચૂંટણી યોજાશે. 2022માં આ બેઠક AAPએ જીતેલી હતી, પરંતુ હવે ગઠબંધન વિહોણા ચૂંટણીમાં ત્રણ પક્ષોની જંગ જોવા મળશે — કોંગ્રેસ, AAP અને ભાજપ.

બીજી તરફ, ભાજપના નેતાઓએ ગઠબંધન તૂટવા પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, “ગુજરાતની ધરતી પર ત્રીજો પક્ષ કદી સફળ નથી થયો. ભાજપ તેના કાર્યકરો અને વિકાસના મોડેલના આધાર પર ચૂંટણી જીતે છે.”

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img