1.4 C
London
Thursday, November 20, 2025

Gujarat Police Drone Response: હવે 100 નંબર પર કોલ કરતા જ ‘ડ્રોન પોલીસ’ સ્થળ પર પહોંચશે! ગુજરાતમાં લોન્ચ થયો અનોખો પ્રોજેક્ટ

Gujarat Police Drone Response: હવે 100 નંબર પર કોલ કરતા જ ‘ડ્રોન પોલીસ’ સ્થળ પર પહોંચશે! ગુજરાતમાં લોન્ચ થયો અનોખો પ્રોજેક્ટ

Gujarat Police Drone Response: હવે રાજ્યમાં જો તમે કોઈ ઘટનાની જાણ 100 નંબર પર કરશો તો પહેલા પોલીસની વાન નહીં, પરંતુ ડ્રોન ઘટનાસ્થળે પહોંચી જશે! ગુનાની ઘટનાની તાત્કાલિક તપાસ અને ઝડપથી કાર્યવાહી થાય એ હેતુથી ગુજરાત પોલીસએ એક નવો ટેકનોલોજીકલ પ્રોજેક્ટ ‘GP-DRASTI’ લોન્ચ કર્યો છે.

‘GP-DRASTI’ શું છે?

આ પ્રોજેક્ટનું પૂરૂ નામ છે: Gujarat Police – Drone Response and Aerial Surveillance Tactical Interventions. મુખ્યમંત્રીએ હવે પોલીસિંગ ક્ષેત્રે પણ ટેકનોલોજીનો નવો વિચાર અમલમાં મૂક્યો છે. રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ આ યોજના સમગ્ર ગુજરાત માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે.

હવે ડ્રોન પણ બનાવશે ‘આવાજ’

ઘટનાની જાણ થતા જ પોલીસ કંટ્રોલ રૂમના ઓપરેટર પીસીઆર વાનની સાથે સાથે ‘ડ્રોન બેઝ સ્ટેશન’ને પણ એક સાથે સૂચના આપશે. પરિણામે પીસીઆર વાન જે ત્યાં પહોંચે તે પહેલા ડ્રોન હવામાં ઉડીને સીધું ઘટનાસ્થળે પહોંચશે.

પાયલોટ અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે ડ્રોન માત્ર 2 થી 2.5 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી શકશે, જે પીસીઆર વાન કરતાં નોંધપાત્રપણે ઝડપી છે.

Gujarat Police Drone Response

આ શહેરોમાં પહેલો તબક્કો

પ્રથમ તબક્કામાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના કુલ 33 પોલીસ સ્ટેશનોમાં ડ્રોન તહેનાત કરાશે. અહીં ગુનાખોરીનો દર અન્ય જગ્યાઓ કરતાં થોડો વધુ છે. તાજેતરમાં કરાઈ ખાતે ડ્રોન ઓપરેટરો માટે 6 દિવસની ખાસ તાલીમ પણ અપાઈ છે.

પ્રારંભિક રીતે અમદાવાદના 8 સ્ટેશન પર આ સેવાઓ શરૂ થશે, ત્યારબાદ અન્ય શહેરોમાં પણ ડ્રોન એક્ટિવ થાય તેવી યોજના છે.

તાત્કાલિક નિર્ણયમાં સહાયક

ડ્રોન દ્વારા પ્રાપ્ત થતા રિયલટાઇમ ફૂટેજ પોલીસના અધિકારીઓને તરત મળશે, જેના આધારે જેવો બનાવ તેમા કેટલી પોલીસબળ જરૂરી છે એનું મૂલ્યાંકન ત્વરિત થઈ જશે. જેને કારણે સમય બચશે અને કાર્યવાહી વધુ અસરકારક બનશે.

હાલમાં 8 ડ્રોન કાર્યરત, વધુ 18 આગામી છે

પ્રોજેક્ટની સફળતા બાદ હવે ડ્રોનની ખરીદી શરૂ થઈ છે. અત્યાર સુધીમાં 8 ડ્રોન પોલીસને મળી ચૂક્યા છે, જ્યારે ટૂંક સમયમાં વધુ 18 ડ્રોન મળવાના છે.

ગુજરાત પોલીસ માટે ટેકનોલોજીથી મજબૂતી

GP-DRASTI પ્રોજેક્ટ પોલીસના પ્રતિસાદ સમયને ઘટાડશે, સાથે સાથે ગુજરાતની રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવશે. ટેક્નોલોજી અને ચપળતાનો આ મજબૂત સંયોજન આગામી સમયમાં રાજ્ય માટે વધુ સુરક્ષિત વાતાવરણ ઊભું કરશે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img