Gujarat Pharmacy Council Admission: ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર: એક ભૂલ કરવાથી તમારું કરિયર બગડી શકે છે!
Gujarat Pharmacy Council Admission: ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા ડિપ્લોમા અને ડિગ્રી ફાર્મસી કોર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકાનું મુખ્ય ઉદ્દેશ છે કે વિદ્યાર્થીઓને ફાર્મસીના અભ્યાસ દરમિયાન કોઈ પણ પ્રકારની છેતરપિંડીથી બચાવવી અને તેમના હક અને ફરજોની યોગ્ય જાણકારી આપવી.
ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ અધિનિયમ 1948 હેઠળ, ડિપ્લોમા ઇન ફાર્મસી (D.Pharm) કોર્ષમાં પ્રવેશ માટે આવશ્યક છે કે ઉમેદવાર ધોરણ-૧૨નું પરીક્ષા ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી અથવા મેથેમેટિક્સના વિષય સાથે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી પાસ કરેલ હોય. માત્ર એવા ઉમેદવારો જ ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે યોગ્ય માનવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી અમાન્ય બોર્ડમાંથી ધોરણ-૧૨ પાસ કરેલ હોય અને ત્યારબાદ ફાર્મસી કોર્ષમાં પ્રવેશ મેળવે છે, તો તે વિદ્યાર્થીને અભ્યાસ પૂર્ણ કર્યા પછી ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા રજિસ્ટ્રેશન આપવાનું શક્ય નહીં હોય.
આ ઉપરાંત, ફાર્મસીમાં ડિપ્લોમા કે ડિગ્રી કરવા માટે કોઈ પણ કોલેજમાં પ્રવેશ લેતાં પહેલા ખાતરી રાખવી જરૂરી છે કે તે કોલેજને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા મળેલી છે કે નહીં. જો કોઈ કોલેજ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્ય ન હોય અથવા કોલેજ દ્વારા મંજૂર કરવામાં આવેલી બેઠકો કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે, તો આ પ્રવેશ અમાન્ય ગણાશે.

જો વિદ્યાર્થી અનામત કોલેજમાંથી અભ્યાસ કરે છે કે માન્યતા વગર વધુ બેઠકો ઉપર પ્રવેશ મેળવતો હોય, તો તેવા વિદ્યાર્થીઓને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા ન મળવા તેમજ ડિપ્લોમા કે ડિગ્રી પૂર્ણ થયા પછી ફાર્મસિસ્ટ તરીકે કાયદેસરનું રજિસ્ટ્રેશન કરાવવા માટે અયોગ્ય ગણવામાં આવશે.
ગુજરાતમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યકોલેજોની યાદી અને અન્ય માહિતી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની અધિકૃત વેબસાઈટ www.pci.nic.in પર પ્રકાશિત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ આ માહિતી ધ્યાનપૂર્વક તપાસવી અને ફાર્મસીના અભ્યાસમાં પ્રવેશ કરતા પહેલા બધા નિયમોનું પાલન કરવું જરૂરી છે.

આ માર્ગદર્શિકાનું પાલન ન કરવાથી તમારા ભવિષ્યને ગંભીર નુકસાન પહોંચી શકે છે, તેથી કોઈ પણ કારણસર શક્ય ભૂલ કરવી નહીં અને સાવધાનીપૂર્વક જ શિક્ષણ શરૂ કરવું.
તમારા માટે ખાસ સલાહ:
ધોરણ-૧૨ની પરીક્ષા માન્ય બોર્ડથી પાસ કરવું.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કોલેજમાં જ પ્રવેશ લેવો.
કોઈ પણ કોલેજમાં માન્ય બેઠકો કરતા વધારે પ્રવેશ ન લેવો.
નવી માહિતીઓ માટે નિયમિત રીતે ફાર્મસી કાઉન્સિલની વેબસાઈટની તપાસ કરતા રહો.



