Gujarat News : ગુજરાત સરકારે ગંગા સ્વરૂપા નાણાકીય સહાય યોજના માટે બજેટ વધાર્યું, હવે વધુ મહિલાઓને મળશે લાભ
Gujarat News : ગુજરાત સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યની વિધવા મહિલાઓ માટે ચલાવવામાં આવતી ગંગા સ્વરૂપા નાણાકીય સહાય યોજના માટે સરકારે બજેટમાં 700 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. આ યોજના હેઠળ વિધવા બહેનોને દર મહિને ₹1250 ની સહાય આપવામાં આવે છે, જેથી તેઓ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે.
બજેટમાં નોંધપાત્ર વધારો
છેલ્લા એક વર્ષમાં ગંગા સ્વરૂપા નાણાકીય સહાય યોજના માટે રાજ્ય સરકારે કુલ ₹700 કરોડ નો વધારો કર્યો છે. 2024-25 માટે ₹2362.67 કરોડ ની જોગવાઈ કરવામાં આવી હતી, જે 2025-26 માં વધીને ₹3015 કરોડ થશે. 2024-25 (ફેબ્રુઆરી 2025 સુધી) દરમ્યાન 16.49 લાખ વિધવા બહેનોને ₹2164.64 કરોડ ની સહાય આપવામાં આવી છે.

પાંચ વર્ષમાં 500% નો વધારો
ગુજરાત સરકારે 2020-21માં આ યોજના માટે ₹549.74 કરોડ નું બજેટ ફાળવ્યું હતું, જે હવે 2025-26 સુધીમાં 500% થી વધીને ₹3015 કરોડ થઈ ગયું છે. આ સાથે, લાભાર્થી મહિલાઓની સંખ્યા પણ સતત વધી રહી છે, જે રાજ્યના મહિલા સશક્તિકરણ માટે એક મોટુ પગલું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય સેનાના મેજર જનરલ શ્રી અજયકુમાર સિંઘના નેતૃત્વમાં નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ (NDC) તેમજ ઈન્ડીયન રેવન્યુ સર્વિસીઝ, આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ ઉપરાંત ઈરાન, બાંગલાદેશ, તાનઝાનીયા, ઉઝબેકિસ્તાન, જાપાન અને ઓમાનના વરિષ્ઠ લશ્કરી… pic.twitter.com/aXTe1kHh3o
— CMO Gujarat (@CMOGuj) March 17, 2025
યોજનાની શરતોમાં થયેલા મહત્વના ફેરફારો
લાભો માટે મહત્ત્વની રાહત: અગાઉ, ગંગા સ્વરૂપા યોજનાની સહાય વિધવા બહેનોના પુત્ર 21 વર્ષનો થાય ત્યારે બંધ થઈ જતી. આ શરત હવે હટાવી દેવામાં આવી છે, એટલે કે મહિલાઓને જીવનભર આ સહાય મળતી રહેશે.
આવક મર્યાદામાં વધારો:
ગ્રામીણ વિસ્તારો માટે: વાર્ષિક આવક મર્યાદા ₹47,000 થી વધારી ₹1,20,000 કરવામાં આવી.
શહેરી વિસ્તારો માટે: વાર્ષિક આવક મર્યાદા ₹68,000 થી વધારી ₹1,50,000 કરવામાં આવી.
DBT દ્વારા સીધી સહાય: સરકારની આ યોજનાનો લાભ DBT (Direct Benefit Transfer) દ્વારા સીધો લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે, જેથી કોઈ પણ પ્રકારની દૂષિત પ્રથાઓથી બચી શકાય.
યોજનાનો પ્રભાવ અને વિધવા બહેનો માટે આશીર્વાદ
ગંગા સ્વરૂપા નાણાકીય સહાય યોજના દ્વારા ગુજરાતની વિધવા બહેનો માટે સૌથી મોટી સહાય યોજના તરીકે ઊભરી છે. આ સહાયથી મહિલાઓ આત્મનિર્ભર બની શકે, ગૌરવપૂર્ણ જીવન જીવી શકે અને પરિવારના ગુજરાનમાં પોતાનું યોગદાન આપી શકે. ગુજરાત સરકાર દ્વારા આ કલ્યાણકારી પહેલને વધુ વિસ્તૃત કરીને મહિલા સશક્તિકરણ, સમાનતા અને સમાજમાં તેમની મજબૂત ભૂમિકા માટે એક ઉદાહરણ પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું છે.



