Gujarat LRD Exam: ગુજરાત LRD પરીક્ષા 2025: 2.48 લાખ ઉમેદવારો માટે ગુજરાત સરકારનું વિશેષ આયોજન
Gujarat LRD Exam: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 15 જૂન 2025 ના રોજ લોકરક્ષક કેડર માટેની લેખિત પરીક્ષા આયોજિત કરવામાં આવી છે.. આ પરીક્ષાનું આયોજન ગુજરાતના મોટા શહેરો જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગરમાં કરવામાં આવી રહ્યું છે. આ પરીક્ષામાં 2.48 લાખ જેટલા ઉમેદવારો ભાગ લેશે.
LRD પરીક્ષા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા, 14 અને 15 જૂન 2025 દરમિયાન, પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા માટે એક્સ્ટ્રા બસો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમુક જગ્યાઓ પર, ઉમેદવારોને ધ્યાનમાં રાખીને, ઑનલાઇન ટિકિટ બુકિંગની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

પરીક્ષાની તારીખ: 15 જૂન 2025
પરીક્ષા સમય: સવારે 9:30 થી 12:30
કુલ ઉમેદવારો: 2.48 લાખ

પ્રવાસ માટેની નવી સુવિધાઓ:
એડવાન્સ બસ સર્વિસ: ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે બસ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
ટિકિટ બુકિંગ: નિગમની વેબસાઇટ (gsrtc.in) પર ઑનલાઇન ટિકિટ બુકિંગ કરાવવાનું આરંભ કરી શકશે.
ટોલ-ફ્રી સપોર્ટ: 1800-233-66666 નંબર પર 24 કલાક માહિતી ઉપલબ્ધ રહેશે.
આ તૈયારીના ભાગરૂપે, ગુજરાત પોલીસ ભરતી વિભાગ માટેની 12472 પદો પર ભરતી પ્રક્રિયા પણ ચાલી રહી છે, જેમાં બિન-હથિયારધારી અને હથિયારધારી પોલીસ કન્સ્ટેબલ માટે અનેક પદો માટે ઉમેદવારોની પસંદગી થશે.



